આ ફાઇલોને અલોપ કરાવવાની અને પ્રકરણને દબાવવાની સોપારી કયા ચતુર નેતાએ લીધી છે તે પાલિકા વર્તુળમાં બધાને ખબર છે.
સમગ્ર પ્રકરણને આડે પાટે ચડાવવા માટે પોલીસ વિભાગને અરજી અપાઈ છે. મ્યુનિસિપલ કમિશનર ધારે તો આ ફાઇલોનો જે જે અધિકારી કસ્ટોડિયન હોય એમને સસ્પેન્ડ કરીને તપાસ મુકે તો ટ્રેક મળે તેમ છે.સત્ય બધું બહાર આવે તેમ છે.
અતાપી ફાઇલ લાપતા બતાવી 149 ફાઇલો દબાવવાનો પ્રયાસ?...
અતાપી ફાઇલ લાપતા બતાવી મહાફાઇલ કૌભાંડ?..
અતાપીની જે ફાઇલ ગુમ થઈ તે માત્ર ભાડું નક્કી કરવાની હતી, જે ગુમ થઈ જાય તો કોઈ ફરક જ પડતો નથી..
લાપતા અતાપીની તથા અન્ય ગુમ થયેલી 149 ફાઇલો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ?
કેમ્પ ઓફિસમાંથી કુલ 150 ફાઇલો ગુમ થવાના મામલે માત્ર અતાપી વન્ડર લેન્ડ પ્રોજેક્ટની ભાડું નક્કી કરવાની ફાઇલને મુદ્દો બનાવી અન્ય મહત્વની ફાઇલોની ચર્ચા દબાવાઈ રહી હોવાની આશંકા...
લાપતા અતાપી ફાઇલ્સનું રહસ્ય, ગુમ થયેલી અન્ય 149 મહત્વની ફાઇલોને ઢાંકવા અતાપીની ફાઇલ ગુમ કરાઈ હોવાની આશંકા.
મ્યુનિસિપલ કમિશનરની કચેરીની કેમ્પ ઓફિસમાંથી અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની ફાઇલ ચોરી થઈ હોવાનો ઉહાપોહ મચાવી કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ કરતી અરજી પણ કરી દીધી છે. આ ફાઇલને શોધવા માટે પોલીસ હાલ ગોથા ખાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુમ થયેલી અતાપીની એ ફાઇલ માત્ર અતાપી પ્રોજેક્ટની હોટેલનું ભાડું નક્કી કરવા સંબંધિત હતી.સમગ્ર અતાપી વન્ડર લેન્ડ થીમ પાર્ક પ્રોજેક્ટ સાથે કોર્પોરેશનને કોઈ લગતું-વળગતું જ નથી. આખો પ્રોજેક્ટ અતાપી અને ટુરિઝમ વિભાગ વચ્ચેનો છે. અતાપીની સાથે અન્ય 149 ફાઇલો પણ ગુમ થઈ ગઈ છે, પરંતુ અતાપીના નામે કોર્પોરેશને ઠીકરો ફોડી બધાનું ધ્યાન અતાપી તરફ કેન્દ્રિત કરી દીધું છે, જેથી ગુમ થયેલી અન્ય 149 ફાઇલો કોની છે તેની ચર્ચા જ ન થાય.મળેલી માહિતી મુજબ અતાપી વન્ડર લેન્ડ પ્રોજેક્ટ આખો ટુરિઝમ વિભાગ દ્વારા થયો હતો. કોર્પોરેશનની જગ્યા પર આ પાર્ક બનેલો હોવાથી કોર્પોરેશનને વર્ષે અંદાજે 70 લાખ રૂપિયાનું ભાડું વસુલવાનું હતું. તે સિવાય સમગ્ર પ્રોજેક્ટ માટે ટુરિઝમ વિભાગ અને અતાપી વચ્ચે તમામ પ્રક્રિયાઓ થઈ હતી. ટુરિઝમ વિભાગે જ આ પ્રોજેક્ટનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને અતાપી સાથે મળીને સમગ્ર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.કોર્પોરેશનને ભાડું લેવાનું સિવાય સમગ્ર પ્રોજેક્ટમાં કોઈ ભૂમિકા જ ન હતી. છતાં અતાપીની ફાઇલ ગુમ થઈ હોવાનો માહોલ ઉભો કરી અન્ય ગુમ થયેલી 149 ફાઇલોની ચર્ચા દબાવી દેવામાં આવી રહી છે. વાસ્તવમાં કેમ્પ ઓફિસમાંથી અતાપીની આ ફાઇલ સહિત કુલ 150 ફાઇલો ગુમ થયેલી છે.જે ફાઇલ ગુમ થવાની વાત છે તે હોટેલનું ભાડું નક્કી કરવાની બાકી પ્રક્રિયા સંબંધિત હતી. કોર્પોરેશનની જગ્યા હોવાથી વર્ષે 70 લાખ રૂપિયા ભાડું કોર્પોરેશનને ચુકવવાનું છે. ટુરિઝમ વિભાગ પાસે આ તમામ ફાઇલો પહેલેથી જ ઉપલબ્ધ છે. પાલિકાને જરૂર હોય તો ટુરિઝમ વિભાગ પાસેથી તે મેળવી શકાય છે.છતાં અન્ય 149 ફાઇલો કોની ગુમ થઈ છે તે મામલો દબાવી દેવા માટે અતાપીને મોરચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. અતાપીની માત્ર રેન્ટ નક્કી કરવાની ફાઇલ ગુમ થઈ જવાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે આ ફાઇલ પહેલેથી જ ટુરિઝમ વિભાગ પાસે ઉપલબ્ધ છે. તો પછી આટલો ઉહાપોહ કેમ મચાવવામાં આવ્યો તે પ્રશ્ન ઊભો થાય છે.
અતાપી પ્રોજેક્ટનો કોર્પોરેશન સાથે કોઈ સંબંધ નહીં, ગુમ થયેલી ફાઇલ માત્ર હોટેલ ભાડા નક્કી કરવાની
અમારો પ્રોજેક્ટ ટુરિઝમ વિભાગ સાથે છે અને તે ફાઇલ ખોવાઈ જ નથી. ગુમ થયેલી 150 ફાઇલોમાં એક ફાઇલ અતાપીની છે, જે હોટેલનું ભાડું નક્કી કરવા સંબંધિત છે. બાકી આખા પ્રોજેક્ટને કોર્પોરેશન સાથે કોઈ લગતું-વળગતું જ નથી. વર્ષે એ જગ્યાનું ભાડું જ કોર્પોરેશનને લેવાનું છે.અમારું તમામ કામ ટુરિઝમ વિભાગે પાસ કરેલું છે. નકશાથી લઈને ટેન્ડર સુધી બધું જ ટુરિઝમ વિભાગે બહાર પાડેલું છે. આ જગ્યા કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશનને ભાડું લેવાનું સિવાય કોઈ ભૂમિકા નથી. અમારી પાસે તેમજ ટુરિઝમ વિભાગ પાસે તમામ ફાઇલો ઉપલબ્ધ છે.કોર્પોરેશને જ આખો પ્રોજેક્ટ ટુરિઝમ વિભાગને સોંપેલો હતો અને અમે તથા ટુરિઝમ વિભાગે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. કામ પૂર્ણ થયા બાદ કોર્પોરેશનને માત્ર ભાડું લેવાનું હતું.
— સંજય શાહ, ડાયરેક્ટર, ક્યુબ કન્સ્ટ્રક્શન
Reporter: admin







