News Portal...

Breaking News :

પોલીસ કર્મી નોયલ સોલંકી તેને ભાઈ વિલ્સનને મારમારી જાન થી મારી નાખવાની આપી ધમકી

2025-05-13 10:20:00
પોલીસ કર્મી નોયલ સોલંકી તેને ભાઈ વિલ્સનને મારમારી જાન થી મારી નાખવાની આપી ધમકી

રક્ષક જ બન્યો પોતાના ભાઈ નો ભક્ષક

પોલીસ કર્મી નોયલ સોલંકીએ તેના ભાઇ વિલ્સનને માર માર્યો હતો.
વિવાદાસ્પદ પોલીસ કર્મચારી નોયલ સોલંકીએ તેના ભાઇને ઢોર માર મારતા તેના ભાઇએ છાણી પોલીસ સ્ટેશનમાં નોયલ સામે ફરિયાદ કરતી અરજી કરી છે. દશરથ ગામમાં રહેતા વિલ્સન વિનોદભાઇ સોલંકીએ પોતાના ભાઇ નોયલ સોલંકી સામે ફરિયાદ કરતી અરજી કરી હતી કે 12 મેના રોજ તેણે તેના ભાઇને ફોન કરીને મારા નામની ગાડી છે જે મારે પરત જોઇએ છે તેમ કહેતા તેમના ભાઇએ તેમને ગાડી લેવા ઘેર બોલાવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી હતી અને રોડ પર ઢસડીને લાતો મારી હતી. તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ તેના ઘેર પહોંચતા તે ભાગી છુટ્યો હતો. તેમનો ભાઇ પોલીસમાં હોવાથી તેની સામે અગાઉ પણ ઘણા મારામારીના અને બીજા અન્ય ગુના નોંધાયેલા છે. આ મામલે નોયલ સોલંકી સામે કડક પગલાં લેવાની તેમણે છાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપી માગ કરી હતી.



નોયલ 5 હજારની લાંચ લેતા પકડાયો હતો જેથી દોઢ વર્ષથી હેડક્વાર્ટમાં...
મારો ભાઇ નોયલ વિનોદભાઇ સોલંકી અત્યારે ફરજ પર મોકૂફ છે અને હેડક્વાર્ટરમાં છે. પોલીસ ખાતામાં હોવાથી તે ઇગો રાખે છે. મે એને નાનો ભાઇ સમજી ઘણી ચીજો આપી છે. તે બધી વાતે નડે છે. મારી 17 લાખની ગાડી મે પાછી માગી હતી. મને ગાડી લેવા બોલાવ્યો અને મારી ઉપર હાથ ઉપાડ્યો હતો. આ પોલીસને લાયક વ્યક્તી નથી. નોયલ બુટલેગરો પાસેથી પૈસા લાવે છે. દારુની સોલ્ટી કરે છે. નોયલ 5 હજારની લાંચ લેતા પકડાયો હતો જેથી દોઢ વર્ષથી હેડક્વાર્ટમાં છે. તેને મોકૂફ કર્યો ત્યારે મોટાભાઇ તરીકેની મે ફરજ પુરી કરી હતી. મને ખુબ દુખ થયું કે બાપ સમાન ભાઇ સાથે આ રીતે વર્તન કર્યું છે. અગાઉ પણ તેની સામે મારામારીના કેસમાં નોંધાયેલા છે. સગા ભાઇ પર ફાંકા ફોજદારી કરે તે કેટલી હદે વ્યાજબી છે. 
વિલ્સન સોલંકી, પીડિત

Reporter:

Related Post