જુના પાદરા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલાં પદમપૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતાં તાંદલજાના શકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરીત ધ્રુવ પટેલને એસ.ઓ.જીએ ઝડપી પાડ્યા હતા.
અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે બંને આરોપી પાસે 500 ગ્રામ હાઇબ્રીડ ગાંજો કબજે કર્યો હતો. જેની બજાર કિંમત 15 લાખ જેટલી થાય છે. પૂછપરછ દરમિયાન રાજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિબ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની ઝરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદીબને ઝડપી પાડ્યો છે. 22 લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં પણ આદિબ પકડાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિબ અગાઉ પણ આઠ મહિના પહેલા પણ 700 ગ્રામથી વધુ વજનના 22 લાખની કિંમતના હાઇબ્રીડ ગાંજા સાથે પકડાયો હતો. જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું. અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ થયેલા હતા. અને છૂટ્યા બાદ ફરીથી આ જ ધંધો કરતો હોવાથી પોલીસની તેના ઉપર નજર હતી.
Reporter: admin