News Portal...

Breaking News :

પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો

2025-11-08 11:01:59
પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો


વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો. પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે. 


કુંઢેલાનો સરફરાઝ ગરાસિયા નામનો વ્યક્તિ વડોદરા ખાતે નોકરી કરે છે. તે નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. ત્યારે આ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેના મિત્ર ચતુર બારિયા સાથે ત્યાં પહોંચ્યો હતો. તેમણે સરફરાઝ અને તેની મિત્ર સાથે પુછપરછ કરી હતી. કોન્સ્ટેબલે સરફરાઝના મોપેડના કાગળો પૂરતા નહીં હોવાથી સમાધાન કરવાની વાત કરી હતી. 


કોન્સ્ટેબલ નિલેશ બારૈયાએ સરફરાઝને મેદાનના ખૂણામાં લઈ જઈને માર માર્યો હતો. સરફરાઝે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં કોન્સ્ટેબલના સાથી મિત્રોએ તેને પકડી લીધો હતો. સરફરાઝે પરત આવીને જોતા તેનું મોપેડ સળગેલી હાલતમાં પડ્યું હતું. ત્યાર બાદ સરફરાઝે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post