News Portal...

Breaking News :

નવાયાર્ડ વિસ્તારમાં 5 હજાર ઘરોમાં પાણી ના આપનાર અધિકારી સામે પોલીસમા અરજી

2025-09-04 11:30:15
નવાયાર્ડ વિસ્તારમાં 5 હજાર ઘરોમાં પાણી ના આપનાર અધિકારી સામે પોલીસમા અરજી


વધુ પુરાવા આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામા આવશે... પીઆઇ 



નવાયાર્ડ વિસ્તારના પાંચ હજાર ઘરોમાં -ત્રણ દિવસો સુધી પાણીનો સપ્લાય બંધ કરી દેવાના કાવતરાંના મુખ્ય સૂત્રધાર નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશ વસાવા સામે પોલીસ તપાસની સાથેસાથે ખાતાકીય તપાસ પણ શરુ થઈ ચુકી છે. હકીકતમાં પોતાની સત્તાનો દૂરઉપયોગ કરીને પાંચ હજાર પરિવારોને પાણીથી વંચિત રાખવાના અક્ષમ્ય અપરાધ બદલ યોગેશ વસાવા આણી મંડળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એમની સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ, ૨૦૧૯ અંતર્ગત ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. પરંતુ જે પ્રકારે મહાનગરપાલિકા વહીવટી શાખા દ્વારા વધુ તટસ્થ અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે પરંતુ તે કરવામાં આવતી નથી ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ જે કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે તેમાં પણ ના તુરસ્ત જોવા મળી રહ્યા છે જેનાથી લાગી રહ્યું છે કે 5000 ઘરોમાં પાણી ન પહોંચાડનાર આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને બચાવવાનું ષડયંત્ર રચવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનના સત્તાધીશો અને પદાધિકારીઓ બધા જાણે છે. છતાંય એમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલામાં ખાલી પોલીસમાં અરજી કરીને સંતોષ માનવામાં આવી રહ્યા છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરતા પુરાવા એકત્રિત કરીને સામાન્ય વહીવટી શાખામાં વહીવટી અધિકારી દેવેશ પટેલ સોંપવામાં આવી છે તમામ જાણકારી બાદ સામાન્ય વહીવટી શાખા દ્વારા કાર્યવાહીના આદેશ કે શું એક્શન લેવામાં આવશે ત્યારબાદ જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.



પાલિકા દ્વારા વધુ માહિતી આપ્યા બાદ કાર્યવાહી કરાશે –પીઆઇ 
પાલિકા દ્વારા  નવાયાર્ડ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો ન પહોંચાડનાર સામે કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે જે અરજીના આધારે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે. જોઈતા પુરાવા મામલે હાલ પાલિકા પાસે માંગવામાં આવ્યા છે જે પુરાવા આપ્યા બાદ વધુ કાર્યવાહી કરીશું.
 – અજય ગઢવી, પીઆઇ ફતેગંજ

Reporter:

Related Post