વડોદરા ગ્રામ્ય SOG ટીમે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહીમાં રૂ. 60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય SOG પોલીસે નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરીને રોકવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે વિમલભાઇ કાંતીભાઇ પટેલ (રહે. જલાલપુરા ગામ, તા. પાદરા, જિ. વડોદરા) નામના શખસને રાજુપુરા-ભોજ નર્મદા કેનાલ પાસે મોટરસાઇકલ સાથે 1.920 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ વડુ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B), 25, અને 29 હેઠળ ગુનો નોંધાયો છે.
આ ગુનામાં વધુ એક આરોપી જીગો ઉર્ફે લાલો રાઠવા (રહે. છોટાઉદેપુર)ની શોધખોળ ચાલુ છે, જેના પર ગાંજો પૂરો પાડવાનો આરોપ છે. SOGની આ કાર્યવાહી યુવાનોને નશાની લતથી બચાવવા અને સામાન્ય જનતાને નશાકારક પદાર્થોથી દૂર રાખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. આગળની તપાસ ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરાઈ છે. પોલીસે 1.920 કિ.ગ્રા. ગાંજો (કિંમત: રૂ. 19,200) તથા બાઇક મળીને 60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Reporter: admin







