વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ફૂલોના વેપારને લઈને વેપારીઓ વચ્ચે થયેલી મારામારીના ગુનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે.

ખંડેરાવ માર્કેટમાં ફૂલોના ધંધાને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી ઝઘડો થયો હતો, ત્યારબાદ ઝપાઝપી અને મારામારી શરૂ થઈ ગઈ હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેને પગલે નવાપુરા પોલીસે આ મામલે સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ મામલે સંજયભાઇ ઉર્ફે હરેશભાઇ નગીનભાઇ માળી, હાર્દિકભાઇ કુન્દનાભાઇ માળી,જયંતીભાઇ કનુભાઇ માળી,જિતુભાઇ નગીનભાઇ માળી, મહેંદ્રભાઇ કાળીદાસ માળી, ક્રિષ્ણા મહેશભાઇ માળી, મહેશભાઇ કાળીદાસ માળી આ ગુનામાં તાત્કાલિક કાર્યવાહી કરીને 7 આરોપીઓને પકડી પાડ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin







