News Portal...

Breaking News :

એક લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે PM મોદી

2025-09-20 11:02:45
એક લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે PM મોદી


ભાવનગર: વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં આયોજિત 'સમુદ્ર સે સમુદ્ધિ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. 


પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ભાવનગરમાં ધામા નાંખી તૈયારીઓની સમીક્ષા કરી હતી.પીએમ મોદી આજે સવારે સંભવત્ 8થી 8:30 વચ્ચે ભાવનગર એરપોર્ટ આવી પહોંચશે. અહીં મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો પીએમનું સ્વાગત કરશે. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરૂ થશે. 


મહિલા કોલેજ, આંબાવાડી સર્કલ, ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં મોદી ભાવનગરની જનતાનું અભિવાદન ઝીલશે.સવારે 10-45 કલાકે પીએમ મોદીનું જવાહર મેદાનમાં સભા સ્થળે આગમન થશે. અહીં યુનિયન મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલની વેલકમ સ્પીચ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ વડાપ્રધાન મોદી મુખ્ય મંચ પરથી 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 યોજનાનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11-25 કલાકથી 35 મિનિટ સુધી પીએમ મોદી જાહેર સભાને સંબોધશે.

Reporter: admin

Related Post