News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

2025-07-09 14:13:43
વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરી




પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.



પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીથી ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

Reporter: admin

Related Post