પ્રયાગરાજઃ આજથી પ્રયાગરાજમાં મહાકુંભ-૨૦૨૫ની શરૂઆત થઈ છે. ગ્રહોની સ્થિતિ ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
144 વર્ષ બાદ મહાકુંભમાં સમુદ્ર મંથન યોગ બની રહ્યો છે. બુધાદિત્ય યોગ, કુંભ યોગ, શ્રવણ નક્ષત્ર સાથે જ સિદ્ધિ યોગમાં ત્રિવેણી તટ પર શ્રદ્ધાળુ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓના એક ગ્રુપે પણ પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પ્રથમ સ્નાને લઈ વૃદ્ધોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ વૃદ્ધો આસ્થા સાથે ડૂબકી લગાવવા આવ્યા હતા.મહાકુંભમાં ગંગા, યમુના અને કલ્પિત સરસ્વતીના સંગમ પર દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચશે.
આ વખતે મહાકુંભમાં આશરે 45 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ છે. એટલે કે દરરોજ એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે.\આજે પ્રથમ શાહી સ્નાન હોવાથી સંગમ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. આ મેળામાં દેશના જાણીતા કલાકારો તેમની પ્રસ્તુતિ આપશે, 16 જાન્યુઆરીએ પ્રસિદ્ધ ગાયક શંકર મહાદેવન ગંગા પંડાલમાં પ્રસ્તુતિ આપશે. જ્યારે 24 ફેબ્રુઆરીએ મેળાના સમાપન પર જાણીતા ગાયક મોહિત ચૌહાણ પ્રસ્તુતિ આપશે.
Reporter: admin