અમદાવાદ જિલ્લાના દસ્કોઈ તાલુકાના પ્રેરણાતીર્થ ધામ હંસતેજજી મહારાજના જ્યોતિ મંદિરને ખંડિત કરવામાં આવ્યું હતું. જે મામલે અનુયાયીઓએ વડોદરા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે
વડોદરા જિલ્લાના બાર ગામ પાટીદાર સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિધર્મીઓ દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે જેના પગલે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. દસ્કોઈ તાલુકામાં આવેલા હંસતેજજી મંદિરને કેટલાક તત્વો દ્વારા મંદિરને ખંડિત કરવામાં આવ્યું હતું. આશરે 600 વર્ષ પુરાના આ મંદિરને વિધર્મીઓ દ્વારા ખંડિત કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને અસામાજિક તત્વોએ મહારાજની પાદુકા તેમજ મૂર્તિ પણ તોડી નાખી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં હંસતેજજી મહારાજના અનેક અનુયાયી છે. સોમવારના રોજ બાર ગામ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કસુરવારો સામે કડક રહે કાર્યવાહી કરવા માટેની માગ કરવામાં આવી છે.હાલમાં વેકેશનનો સમય છે ત્યારે અનેક યાત્રીઓ ત્યાં ફરવા તેમજ દર્શન માટે જતા હોય છે. પરંતુ હાલમાં આ મંદિર બંધ હોવાથી દર્શનાર્થીઓ જઈ શકતા નથી. ત્યારે આ મંદિર વહેલી તકે દર્શન માટે ખુલ્લું મુકાય તેવી માગ કરવામાં આવી છે.
Reporter: News Plus