વડોદરા : નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા 24 જુલાઈ, 2025ના રોજ એકદિવસીય પીલાટિસ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનું સંચાલન વિભાગની જ પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉ. વૃશિકા દવે દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નૃત્યકારો માટે શરીરને વધુ સુડોળ અને લવચીક બનાવવો, શ્વાસની ક્રિયાને યોગ્ય રિધમમાં લાવવી તેમજ મન અને શરીર બંનેનો સર્વાંગી વિકાસ કરવો હતો.આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહસભર વાતાવરણમાં પૂર્ણ થયો, જેમાં નૃત્ય વિભાગના 70થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને એક ઉત્તમ વર્કશોપનો લાભ લીધો હતો.

આ આયોજન વિભાગની વરિષ્ઠ પ્રાધ્યાપિકાઓ ડૉ. સ્મૃતિ વાધેલા અને ડૉ. અમી પંડ્યાના દિર્ઘદર્શી વિચાર તેમજ વિભાગના સંવર્ધન હેતુ શક્ય બન્યું. સમગ્ર આયોજન ફેકલ્ટી ડીન તથા વિભાગીય અધ્યક્ષ પ્રોફેસર ગૌરંગ ભવસારના સહયોગ અને માર્ગદર્શનથી સફળતાપૂર્વક સંપન્ન થયું.



Reporter: admin







