વડોદરા : પાલિકાની બજેટની સભામાં વોર્ડ નં.2ના કોર્પોરેટર મહાવીર રાજપુરોહિતે રજુઆત કરી હતી કે, વિશ્વામિત્રી, ભૂખી કાંસની કામગીરી સમયસર પૂર્ણ કરો.
જુલાઈ, ઓગસ્ટ ચોમાસામાં શહેરમાં ત્રણવાર પૂર આવ્યું. શહેર અને અમારા વિસ્તારના લોકોનો કરોડો રૂપિયાનું નુકસાન થયું અને સાથે ખૂબ વેદના સહન કરવી પડી. શહેરના લોકો અને સૌ સાથે રહીને તે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા.મુખ્યમંત્રીએ અને ગૃહમંત્રીએ શહેરની જે તે સમય શહેરની મુલાકાત લઈને રૂ.1200 કરોડની સહાય તાત્કાલિક ધોરણે મંજુર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સેન્ટ્રલ સરકાર દ્વારા બાબુભાઇ નવલાવાલાની અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ બનાવી અને સમિતીએ પૂર્ણ અભ્યાસ કરીને આપણને રિપોર્ટ આપી દીધો અને કેવી રીતે કામ કરવું જોઈએ એની માહિતી સુપ્રત કરી દીધી.જેમણે આપણને મદદ કરવી હતી તેમણે કરી દીધી.
હવે શહેરના નાગરિકો આપણી સામે જોઈ રહયા છે કે આપ શું કરવાના છો? જે પ્રોજેક્ટ અને 1 મહિના પહેલા બતાવ્યું હતું તે સમય 100 દિવસનો સમય આપ્યો હતો. તેમાં હવે માત્ર 70 દિવસ વધ્યા છે અને સમસ્યાનું નિરાકરણ થતું અમને દેખાતું નથી. તો હવે આ બાબતે આપને રજુઆત છે કે, ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરો. સમય પાણીની જેમ વહી રહ્યો છે. વિસ્તારના લોકો અમને પૂછી રહ્યા છે કે, ભૂખી અને વિશ્વામિત્રીની કામગીરી ક્યારે પૂર્ણ થશે ?મેયર અને કમિશનર હવે જો સમયસર કામગીરી પૂર્ણ ના કરો તો લોકો આપણને માફ નહીં કરે. મેં આગળ પણ આપને રજુઆત કરી હતી કે, અમારા વોર્ડના 2 કામ ઓછા કરશો તો ચાલશે પણ ભૂખીની અધૂરી કામગીરીના લીધે ફરી પુરની પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચલાવી લેવાશે નહીં.
Reporter: admin