પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા શનિવારે અઢી લાખ ઉપરાંત ભક્તોએ ઝંડ હનુમાન મંદિરે દાદાના દર્શન કર્યો.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રાવણ મહીનાના છેલ્લા શનીવાર હનુમાન દાદાના દર્શનનો અનેરો મહિમા માનવામાં આવે છે ત્યારે આજે જાંબુઘોડા નજીક આવેલા અભ્યારણમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે શ્રાવણ માસના છેલ્લા શનીવારે મેળો ભરાતો હોય જ્યારે ભક્તો શુકવારની રાત્રીથી જ પગપાળા સંઘો આવવાની શરૂઆત થઇ જતી હોય છે અને સમગ્ર રોડ ઉપર જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવા દ્રશ્ય જોવા મળ્યા હતા ઝંડ ને જોડતા જાંબુઘોડા ગુદીવેરી,જબાન નારુકોટ વગેરે ત્રણ ચાર રસ્તાઓ હોવા છતાં તમામ રસ્તાઓ દાદાના ભકતોથી ઉભરાયેલા જોવા મળ્યા હતા લગભગ અઢી લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ દાદાના દર્શનનો લાભ લીધો હોવાનું અનુમાન જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા અને હેડંબા વન તરીકે પણ ઓળખાતા ઝંડ ગામ ખાતે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી અખંડ એકવીસેક ફુટ જેટલી લાંબી હનુમાનદાદાની પ્રતિમા આવેલી છે જ્યા શ્રાવણ મહીનાનો છેલ્લો શનિવારે એટલે લાખ્ખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે
આ શ્રાવણના છેલ્લા શનિવારે આસપાસના ચારથી પાંચ તાલુકાની લોકો મોટા પ્રમાણમાં અહીં ચાલતા પગપાળા આવે છે તેમજ ગુજરાત ભરમાં થી મોટી સંખ્યા માં ભક્તો આવતા હોય છે જેને વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે ઝંડ મંદીરથી લઈ ને તમામ રોડ રસ્તાઓ ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો તેમજ આરોગ્યની અને વનવિભાગ હાજર જોવા મળ્યો હતો તેમજ ટુ વીલ ફોરવીલ વાહનો મંદીરથી લગભગ ૭ થી ૮ કિલોમીટર દુર પાર્કીંગ ની વ્યવસ્થા કરાઈ હતી તેમજ જાંબુઘોડાથી ઝંડ હનુમાન મંદિર સુધી બહારગામ તેમજ સ્થાનીક મંડળો દ્વારા ઠેરઠેર મહા પ્રસાદી ના ભંડારા ઉભા કરાયા હતા.જેમા ભંડારામાં ચા દુધ છાંસ કેળા વિવિધ જાત નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી અને દર્શને આવેલા દર્શનાર્થીઓ લાખો ની સંખ્યામાં દાદા દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Reporter: admin