News Portal...

Breaking News :

વેમાલી ગામમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ

2025-07-08 10:20:36
વેમાલી ગામમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ


છેલ્લા ત્રણ મહિનાથી કોર્પોરેટરો અને અધિકારીઓને પર્સનલ મેસેજ કરીને વીડિયો મોકલ્યા...



શહેરના વેમાલી ગામની પરિસ્થિતી એકદમ ખરાબ છે. છેલ્લા ત્રણ મહિનાથી અહી દૂષિત પાણી ફી વળ્યું છે પણ કોર્પોરેશને હજું સુધી કોઇ જ પ્રકારની કામગિરી કરી નથી. વેમાલી ગામને 8 વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવાયું હતું પણ ત્યાર બાદ લોકોને કોર્પોરેશન દ્વારા જે સુવિધાઓ મળવી જોઇએ તે અપાતી નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજું પણ વેમાલી ગામનો યોગ્ય વિકાસ થયો નથી. વેમાલીમાં ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે અને તેના કારણે લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. દૂષિત પાણીના કારણે મચ્છરો થઇ ગયા છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. 


સ્થાનિકોએ છેલ્લા ત્રણ મહિનાથી કોર્પોરેટરો અને અધિકારીઓને પર્સનલ મેસેજ કરીને વીડિયો મોકલ્યા હોવા છતાં ગટરની સફાઇ હજું સુધી કરાઇ નથી અને તેના કારણે આખા ગામમાં દુર્ગંધ ફેલાઇ ગઇ છે. વેમાલી ગામના રહીશોએ તંત્ર સામે  ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. સ્થાનિક રહીશ કમલેશ પરમારે જણાવ્યું હતું કે વેમાલી ગામ આઠ વર્ષથી કોર્પોરેશનમાં છે. અગી ગટર ભરાયેલી છે. વારંવાર તંત્રને અમે જાણ કરી છે પણ કોઇ આવતું નથી. લોકો થાકી ગયા છે. દરેકને પર્સનલી વોટેસએપ પર વીડીયો મોકલ્યા છે પણ કોઇ ધ્યાન આપતું નથી  ત્રણ મહિનાથી ગંધાતું પાણી ફરી વળ્યું છે.

Reporter: admin

Related Post