News Portal...

Breaking News :

શહેરના બહુચરાજીરોડ સ્થિત ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે ધોમધખતા તાપમાં બે કલાકની રાહ જોવાનો લોકોને વારો

2024-05-24 17:51:49
શહેરના બહુચરાજીરોડ સ્થિત ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે ધોમધખતા તાપમાં બે કલાકની રાહ જોવાનો લોકોને વારો


શહેરના બહુચરાજી રોડ કારેલીબાગ ખાતે ખાસવાડી સ્મશાન આવેલું છે 


અહીં સ્મશાનના નવીનીકરણ ની કામગીરીને કારણે હાલમાં ચિતાઓ ઓછી છે જેના કારણે અહીં સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે હાલ મૃતકોના સ્વજનોને એક થી બે કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. એક તરફ ધોમધખતો તાપ, અસહ્ય ગરમીમાં મૃતકોના સ્વજનોએ આકરી ગરમીમાં પોતાના સગાં મૃતકના અગ્નિસંસ્કાર માટે ભર તડકામાં બે કલાક રાહ જોવી પડી રહી છે


તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી અથવાતો વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ પરંતુ તંત્ર આ બાબતે નિષ્ક્રિય જણાઇ રહ્યું છે તે જ રીતે ગાજરાવાડી સ્મશાનમાં પણ આખા લાકડા છે મૃતકના સ્વજનોએ ચીરેલા લાકડાની વ્યવસ્થા જાતે જ કરવી પડી રહી છે. ખાસવાડી સ્મશાનમાં મૂકવામાં આવેલા પાણીના જગ પણ ખાલીખમ જોવા મળી રહ્યાં છે લોકોને આકરી ગરમીમાં પાણી પણ  તંત્રના પાપે નશીબ નથી થઇ રહ્યું.

Reporter: News Plus

Related Post