News Portal...

Breaking News :

હરણી રોડ ઉપર આવેલી સોસાયટીમાં ઉભરાતી ગટરના કારણે લોકો પરેશાન, પાલિકાને અનેકવિધ રજૂઆતો કરવા છતાં કઈ કામગીરી થઈ નથી

2024-08-12 18:22:05
હરણી રોડ ઉપર આવેલી સોસાયટીમાં ઉભરાતી ગટરના કારણે લોકો પરેશાન, પાલિકાને અનેકવિધ રજૂઆતો કરવા છતાં કઈ કામગીરી થઈ નથી


વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ એન્કલેવમાં છેલ્લા કેટલાય સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને સોસાયટીના માર્ગ ઉપર ફરી રહ્યું છે જેના કારણે આ સોસાયટીના રહીશો દુર્ગંધના પગલે ત્રાહિમામ પોકારી ગયા છે. 


વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રમોશન કામગીરી તો કરવામાં આવી હતી પરંતુ તે કેટલી કારગત નીવડી છે તે તો પ્રથમ વરસાદમાં જ માલુમ પડી ગયું હતું શહેરના અનેક વિસ્તારના લોકો ઉભરાતી ગટરોના કારણે પરેશાન થયું છે તો ક્યાંક પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે શહેરના હરણની વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એન્કલેવ સોસાયટીમાં છેલ્લા કેટલાય વખતથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં 1500થી વધુ રહીશો રહી રહ્યા છે જેઓ અસહ્ય દુર્ગંધના કારણે પરેશાન થયું છે 


આ અંગે મહાનગરપાલિકામાં વારંવાર ની રજૂઆતો કરવામાં આવી હતી છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જેથી રહીશોએ પાલિકા સામે આક્રોશ ખ્યાલ આવ્યો હતો. સ્થાનિક રહેશો એ જણાવ્યું હતું કે પાલિકામાં નિયમિત ટેક્સ ભરવા છતાં અમારી સમસ્યાઓનું નિયમિત રીતે નિરાકરણ આવતું નથી તો અમારે પાલિકામાં ટેક્સ શું કામ ભરવો જોઈએ? વરસાદ ન હોય ત્યારે પણ ગટરો ઉભરાઈ રહી છે અને માથું ફાટી જાય તેટલી દુર્ગંધ આવી રહી છે જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Reporter:

Related Post