પાવી જેતપુર તાલુકાની એક પરિણીતાને ત્રણ મહિના પહેલા દીકરી સાથે એક યુવક ભગાડી ગયો હતો જેને પાવી જેતપુરના પોલીસ તામીલનાડુના એક ગામમાંથી પકડી લાવી છે.
પાવી જેતપુર તાલુકાના એક ગામની પરિણીતા ગત 1 માર્ચના રોજ પોતાના ગામથી સાત વર્ષીય દીકરી સાથે વડોદરા જવા નીકળી હતી ત્યારે બોડેલી આવતા પાણી લેવા માટે દીકરી સાથે બસમાંથી ઊતરી હતી, અને પાણી લેતી વખતે દીકરી તેની બાજુમાં ઉભી હતી.પાણી લીધા બાદ બસમાં જવા માટે પાછળ ફરતા દીકરી જોવા મળી ન હતી, જેથી પરિણીતાએ દીકરી બસમાં હશે સમજીને બસમાં જોવા જતાં દીકરી હોવા મળી ન હતી.એટલે પછી બસમાંથી નીચે ઉતરીને જોતા બસની બાજુમાં મોટી બૂમડી ગામનો ભરત રાઠવા કે જે પરિણીતાના પતિના મિત્ર હતો તે પોતાની મોટર સાયકલ લઈને ઊભો હતા.ત્યારે ભરતે જણાવ્યું કે તારે તારી દીકરી જોઈતી હોય તો મારી સાથે મોટર સાયકલ પર બેસી જા કહેતા પરિણીતા ભરતની મોટર સાયકલ પર બેસી ગઈ હતી અને ભરત મોટર સાયકલ જાંબુઘોડા રોડ પર લઈ ગયો હતો, ત્યાં રોડની બાજુમાં મોટી બુમડી ગામનો યોગેશ નામનો યુવક પરિણીતાની દીકરીને લઇને ઊભો હતો.ત્યાં પહોંચતા જ એક વાન આવી, વાનમાં ભરતના મિત્ર પિયુષ અને પ્રકાશ આવ્યા હતા.આ વાન આવતા જ યોગેશ પરિણીતાની દીકરીને લઇને વાનમાં બેસી ગયો હતો,અને ભરતે પરિણીતાને તારી દીકરી જોઈતી હોય તો વાનમાં બેસી જા કહીને પરિણીતાને વાનમાં બેસાડી રાજપીપલા,મહારાષ્ટ્ર નંદુરબાર લઈ ગયા હતા.ત્યાંથી ભરતના મિત્રો યોગેશ, પિયુષ તથા પ્રકાશ પરત જતા રહ્યા હતા. અને ભરત પરિણીતા અને તેની દીકરીને લઇને બસમાં બેસાડીને અલગ અલગ બસ બદલીને આંધ્રપ્રદેશના કરનુલ પહોંચ્યા હતા.ત્યાં ત્રણે જણ એક જૈન મંદિરમાં રોકાયા હતા.પરંતુ ભરતને ત્યાં કોઈ કામ ન મળતા ત્યાંથી રાજકોટ ખાતે ભરતના સંબંધીને ત્યાં એક અઠવાડિયું રોકાયા હતા ત્યાંથી ત્રણે જણાં કચ્છ ખાતે અને ત્યાંથી સુરત ખાતે એકાદ મહિનો રોકાયા હતા.
ત્યારબાદ સુરતથી ટ્રેનમાં બેસીને તામીલનાડુ ખાતે પહોંચ્યા હતા.ત્યાં એક જૈન મંદિરમાં રોકાયા હતા,જ્યાં ભરત પરિણીતાને એક રૂમમાં પૂરી રાખતો હતો અને ત્યાં ભરત પરિણીતાને અને તેની દીકરીને માર પણ મારતો હતો. ત્યાં રૂમમાં રૂમમાં પરિણીતા સાથે રાતના સમયે અવાર નવાર પરિણીતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.ગત 28 મે ના રોજ ભરત પોતાનો મોબાઈલ ભૂલથી રૂમ ઉપર મૂકીને જતો રહેતા પરણીતાએ પોતાના પતિને ફોન કર્યો હતો. અને વાત જણાવી હતી,પરિણીતાએ તેના પતિને ફોન કરતા પરિણીતાના પતિએ પાવી જેતપુરના પોલીસને જાણ કરતા પાવી જેતપુર પોલીસની ટીમ દ્વારા મોબાઈલ લોકેશન મેળવી તામીલનાડુ જવા નીકળી હતી. અને લોકેશન આધારે તામીલનાડુના ગુડીયાથામ ખાતે પહોંચીને ભરતને ઝડપી પરિણીતા અને તેની દીકરી સાથે પાવી જેતપુર લઈ આવી પરિણીતાની ફરિયાદના આધારે ભરત અને તેના મિત્રો યોગેશ,પિયુષ અને પ્રકાશ સામે ગુનો દાખલ કરી ત્રણ જણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus