પેરિસ : જર્મનીની પક્ષાઘાતનો ભોગ બનેલી એન્જિનિયર મિશેલા બેન્થોસ અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ બની છે.
જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના વેસ્ટ ટેક્સાસમાંથી ઉપડેલા સ્પેસશિપમાં પાંચ અવકાશયાત્રીઓમાં મિશેલા બેન્થોસ પણ સામેલ હતી. બેન્થોસે દસ મિનિટની સ્પેસ સ્કિમિંગ ફ્લાઇટમાં થોડા ઘણા એડજસ્ટમેન્ટ કરવા પડયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું. બેન્થોસની સાથે સ્પેસેક્સના નિવૃત્ત એક્ઝિક્યુટિવ જર્મનીના જ હાન્સ કોનિંગ્સમેન હતા, જેમણે બ્લુ ઓરિજિનની સાથે મળીને તેમની ટ્રિપને સ્પોન્સર કરી હતી. તેની ટિકિટ પ્રાઇસ જણાવાઈ નથી. બ્લુ ઓરિજિનના એન્જિનિયર જેક મિલ્સે જણાવ્યું હતું કે ઓટોનોમસ ન્યુ શેપર્ડ કેપ્સ્લ્સના કારણે આ શક્ય બન્યું છે.અગાઉની સ્પેસ ફ્લાઇટ્સની તુલનાએ તેમા સ્પેસ વધારી હતી. તેમણે લોન્ચિંગ દિવસે મદદ કરનારી ક્રૂની ટીમને તાલીમ આપી હતી.
બેન્થોસ સાત વર્ષ પહેલાં પર્વતમાળામાં બાઇકિંગ વખતે કરોડરજ્જુમાં થયેલી ઇજાના કારણે ચાલી પણ શકતી નથી. તેની પાસે પ્રોસ્થેટિક પગ પણ નથી. આ સ્પેસફ્લાઇટમાં કોનિંગ્સમેન સતત તેની મદદમાં રહ્યો હતો. તેની યાત્રાએ પુરવાર કર્યુ કે દિવ્યાંગ પણ સ્પેસમાં જઈ શકે છે.33 વર્ષીય બેન્થોસ હોલેન્ડમાં યુરોપીયન સ્પેસ એજન્સીના ગ્રેજ્યુએટ ટ્રેઇની પ્રોગ્રામનો હિસ્સો હતી. તેણે 2022માં હ્યુસ્ટનમાં પેરાબોલિક એરપ્લેન ફ્લાઇટમાં વજનવિહીન સ્થિતિનો અનુભવ કર્યો હતો. તેના બે વર્ષ પછીના પણ ઓછા સમયગાળામાં તેણે પોલેન્ડમાં બે સપ્તાહના સિમ્યુલેટેડ સ્પેસ મિશનમાં ભાગ લીધો હતો. તેણે સ્પેસમાં જવા માટે કોનિગંસમેન સાથે પ્રેક્ટિસ કરી હતી. કેપ્સ્યુલ્સ રોકેટની ટોચ પર હોવાથી સાત માળની લિફ્ટ પણ ગોઠવવામાં આવી હતી.
Reporter: admin







