News Portal...

Breaking News :

ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન અંતર્ગત પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું

2024-11-17 15:55:00
ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન અંતર્ગત પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું


ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ "વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન" અંતર્ગત પૂજ્ય પ્રીતમ મુનિજી યજ્ઞ દ્વારા વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા ભારત અને વિદેશમાં 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું જેમાં પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું.


લકુલીશધામ, પ્રિતમપુરમ, કાયાવરોહણ ખાતે પ્રથમ વખત પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું આવ્યું. જેમાં આ પ્રસંગે પ્રવચનમાં પ્રિતમ મુનિએ ગુરુકુળનો અર્થ સમજાવતા કૃષ્ણ, રામ અને સાંદિપની ઋષિના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે, ગુરુ ગૃહે રહીને વિદ્યા અભ્યાસ કરવો એટલે ગુરુકુળ. ગુરુની વિશેષતા દર્શાવતા વિવિધ ઉદાહરણ ટાંકતા પ્રિતમ મુનિજી વિવિધ વિદ્યાપીઠની ગુરુ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો. વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતા જણાવ્યું કે, આ ગુરુકુળ માત્ર હિન્દુઓ માટેનું સનાતન સંસ્કૃતિના પુનરુત્થાનની શરૂઆત છે. મુસ્લિમ આક્રાંતાઓએ અનેક ગુરુકુળો નષ્ટ કરીને ગુરુકુળ પરંપરાને નુકસાન પહોંચાડી અને અંગ્રેજો દ્વારા એજ્યુકેશન એક્ટ જે મેકોલો એક્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતીય શૈક્ષણિક પરંપરામાં જે દૂષણ બેસાડવામાં આવ્યું છે તેની સામે સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા દેવભાષા સંસ્કૃત, રાષ્ટ્રભાષા હિન્દી અને અદ્યતન ભાષા અંગ્રેજીમાં ફરજિયાત કરીને બાળકને બે કે ત્રણ વર્ષમાં કડકડાટ અંગ્રેજી, શુદ્ધ સંસ્કૃત અને શુદ્ધ હિન્દીમાં નીપૂર્ણ કરવાનું જણાવ્યું હતું. 


આ હિંદુ ગુરુકુળ ભારતીય શિક્ષણ પ્રણાલી અને આધુનિક શિક્ષણ પ્રણાલીનું સંપૂર્ણ મિશ્રણ છે, આધુનિક શિક્ષણને હિંદુ સનાતન સંસ્કૃતિના વિચારો અને મૂલ્યો, જ્ઞાનની સાથે શારીરિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે. ઘોડેસવારી કેન્દ્ર, રાઇફલ્સ તાલીમ, જૂની અને નવી રમતોમાં તાલીમ જેવા ઘણા શારીરિક તાલીમ કાર્યક્રમો ગુરુકુલ સાથે સંકળાયેલા છે. હિંદુ ગુરુકુળ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે, તમામ વર્ગખંડો વાતાનુકૂલિત (AC) છે અને શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે, સાથે 20 કોમ્પ્યુટર સાથેની અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ પણ છે. વિદ્યાર્થીઓ કોઈપણ મુશ્કેલી વિના સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે એરકન્ડિશન્ડ (AC) હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે હિંદુ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોશાક પહેરવો પડશે અને સમયપત્રકનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. હિંદુ ગુરુકુળમાં અભ્યાસની સાથે હિંદુ સનાતન સંસ્કૃતિ સસ્કારના ભાગરૂપે દરરોજ સંધ્યાકર્મ, યોગ, યજ્ઞ અને દેવપૂજાનું પાલન કરવું જરૂરી છે.

Reporter: admin

Related Post