News Portal...

Breaking News :

સાયબર અટેક કરી પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી

2025-05-05 18:08:38
સાયબર અટેક કરી પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી


પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી છે. રક્ષા કર્મીઓની ગોપનીય માહિતી લીક થઈ હોવાનો દાવો ભારતીય સેનાએ કર્યો છે. 



સંરક્ષણ સંસ્થાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના હેકર્સ દ્વારા સાયબર અટેક કરી સંરક્ષણ કર્મચારીઓની સંવેદનશીલ માહિતી, જેમાં તેમના લોગિન સહિતની વિગતો હેક કરવામાં આવી છે. તેમજ તેની સાથે ચેડા પણ કર્યા છે. પાકિસ્તાન સાયબર ફોર્સ નામના એક ભૂતપૂર્વ હેન્ડલે પણ દાવો કર્યો છે કે હેકર્સે મિલિટરી એન્જિનિયર સર્વિસિઝ અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના સંવેદનશીલ ડેટા ઍક્સેસ કર્યો છે. 



સૂત્રોએ જણાવ્યું હતું કે આ હેકર્સે સંરક્ષણ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હેકિંગના પ્રયાસથી થયેલા કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઇટને ઓડિટ માટે ઓફલાઈન કરવામાં આવી છે.

Reporter: admin

Related Post