જમ્મુ : ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થયો. આના માત્ર 3 કલાક પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુંછે.
રાત્રે 8 વાગ્યાથી, જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંછ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાજૌરીમાં તોપમારો (તોપ અને મોર્ટાર) કરવામાં આવ્યો. ઉધમપુરમાં ડ્રોન હુમલો થયો હતો.ગોળીબાર બાદ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
22 એપ્રિલથી 10 મે સુધીમાં પાકિસ્તાની ગોળીબારમાં ચાર સૈનિકો શહીદ થયા છે. પાકિસ્તાની હુમલામાં 60 સૈનિકો પણ ઘાયલ થયા છે. તે જ સમયે, 17 નાગરિકોના પણ મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.આ સિવાય રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર (ADDC) ડૉ. રાજ કુમાર થાપા પણ પાકિસ્તાની ગોળીબારમાં ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.
Reporter: admin