દિલ્હી : ગત 12 મે 2025ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક એવી રેલી યોજાઈ. જેણે પાકિસ્તાનની આતંકવાદ સમર્થક માનસિકતાને ફરીથી ઉજાગર કરીછે.

દિફા-એ-વતન કાઉન્સિલ (DWC)ના બેનર હેઠળ આયોજિત આ રેલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને અહલે સુન્નત વલ જમાત જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતા સામેલ હતા. જિન્ના બાગમાં હજારો કટ્ટરપંથીઓએ પાકિસ્તાની સેનાના વખાણ કર્યા અને ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યા હતા. રેલીમાં લશ્કરના કમાન્ડર ફૈઝલ નદીમે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળ ઉભા રહીને ભારત વિરોધી ઝેર ઓંક્યું. જેનાથી તેની કાયરતા પણ સામે આવી હતી.આ રેલીએ પાકિસ્તાનની સેના અને આતંકવાદી સંગઠનોની સાંઠગાંઠને ઉજાગર કરી દીધી. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને આ આયોજનનું નેતૃત્વ કર્યું.
રેલીમાં આપવામાં આવેલા ભાષણોમાં ભારતને ખુલ્લી ધમકીઓ આપવામાં આવી અને તણાવને ધર્મથી જોડીને રજૂ કરાયો. આ રેલી ભારતના ઓપરેશન સિંદૂરનો જવાબ આપવા માટે હતી. જેમાં ભારતીય વાયુસેનાએ 7 મેના રોજ પાકિસ્તાન અને પાક. અધિકૃત જમ્મુ કાશ્મીરના 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ફૈઝલ નદીમે પોતાના જીવના ડરે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળથી ભાષણ આપ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં તેમની આ કાયરતા સ્પષ્ટ દેખાઈ. એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું કે, પહેલા દેશના વડાપ્રધાન બુલેટપ્રૂફ કાચની પાછળ ભાષણ આપતા હતા. હવે આતંકવાદી એવું કરે છે. આ રેલી લશ્કરના રાજનીતિક મોરચા PMML દ્વારા આયોજિત કરાઈ હતી. જે આતંકવાદી સંગઠનની આડમાં પોતાની ગતિવિધિઓ ચલાવે છે.
Reporter: admin