News Portal...

Breaking News :

પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા

2025-05-10 10:44:21
પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા


શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. 


પાકિસ્તાન તરફથી પહેલા ડ્રોન હુમલા ને પગલે સમગ્ર જમ્મુ શહેરમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નાકામ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા હતા. જેના લીધે સેનાએ જમ્મુમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.દરમિયાન ભારતીય સેનાએ શ્રીનગર નજીક બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. 10 મેની રાતથી પાકિસ્તાન સેના દ્વારા ઘણા મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. 


ભારતીય સેના આમાંથી મોટાભાગના મિસાઇલ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પહેલા 10 મેના રોજ સવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે મોડી રાત્રે તેના એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારતે આ હુમલો પાકિસ્તાનના રાવલપિંડીમાં સ્થિત નૂર ખાન, ચકવાલામાં સ્થિત મુરીદ અને શોરકોટમાં સ્થિત રફીકી એરબેઝ પર કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના આ મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના આ એરબેઝ નાશ પામ્યા છે.

Reporter: admin

Related Post