૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિશિષ્ટ સન્માન
સાવલી ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે વિખ્યાત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે તેમણે વડોદરાની કલા જગતને ગૌરવ અપાવવા બદલ જાણીતા કલાકાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર અને પદ્મશ્રી વિજેતા રતનકુમાર પરિમુને માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. તદુપરાંત સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર મનહરલાલ પી. શાહનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Reporter: admin







