15 મિનિટમાં ઘરે આવવાનો પિતાને ફોન કરી મિત્રને લોકેશન-ફોનનો પાસવર્ડ મેસેજ કર્યો
ગાંધીનગર: જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીનાં આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી.આજે સવારે બંને દીકરી જહાન્વી અને જીયાના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતાં રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કલોલ રેફરલ હોસ્પિટલમાં બંને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. પિયજ કેનાલ ખાતે ધીરજની શોધખોળ માટે સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે.પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેમને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળે પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે.ધીરજ રબારી દીકરીઓનાં આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા.15 મિનિટમાં ઘરે આવવાનો પિતાને ફોન, મિત્રને કેનાલનું લોકેશન-ફોનનો પાસવર્ડ મેસેજ કર્યો ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું કે ધીરજે ઘરેથી નીકળ્યા પછી પિતાને ફોન કરી પંદર મિનિટમાં ઘરે આવું છું તેમ કહ્યું હતું. જેની થોડીવારમાં તેના મિત્રના મોબાઈલમાં એક મેસેજ મોકલ્યો હતો. જેમાં ધીરજે પોતાનું શેરીસા કેનાલનું લોકેશન અને પોતાના મોબાઇલનો પાસવર્ડ મોકલ્યો હતો. પોલીસ તપાસમાં ધીરજની ગાડી શેરીસા નર્મદા કેનાલથી મળી હતી. જેના પગલે તરવૈયા અને ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી.
ધીરજ રબારી દીકરીઓનાં આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા.
15 મિનિટમાં ઘરે આવવાનો પિતાને ફોન, મિત્રને કેનાલનું લોકેશન-ફોનનો પાસવર્ડ મેસેજ કર્યો ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું કે ધીરજે ઘરેથી નીકળ્યા પછી પિતાને ફોન કરી પંદર મિનિટમાં ઘરે આવું છું તેમ કહ્યું હતું. જેની થોડીવારમાં તેના મિત્રના મોબાઈલમાં એક મેસેજ મોકલ્યો હતો. જેમાં ધીરજે પોતાનું શેરીસા કેનાલનું લોકેશન અને પોતાના મોબાઇલનો પાસવર્ડ મોકલ્યો હતો. પોલીસ તપાસમાં ધીરજની ગાડી શેરીસા નર્મદા કેનાલથી મળી હતી. જેના પગલે તરવૈયા અને ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી.ધીરજ બંને દીકરીનાં આધારકાર્ડ કઢાવવાનું કહી ઘરેથી ગાડી લઈ નીકળ્યા હતા આ અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. મૂછાળે જણાવ્યું કે ધીરજ રબારી કલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલા બોરીસણા ગામમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની માતા-પિતા અને બે નાની દીકરી છે. ગઈકાલે સવારે ધીરજ તેમની બંને દીકરીને આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા.બંને દીકરીના મૃતદેહ મળ્યા, ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી આજે બંને દીકરીના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળ્યા છે, જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.કેનાલ બહાર સગા-સંબંધીઓ ઉમટ્યા નર્મદા કેનાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તે દરમિયાન કેનાલની બહાર સગા-સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને પગલે કેનાલની બહાર ગાડીઓની લાઇન અને લોકોના ટોળા જોવા મળ્યા હતા.કેનાલની બહાર ગાડીઓની લાઈન, લોકોના ટોળા.સગા-સંબંધીઓ ઘરે પહોંચ્યા બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારીએ બંને દીકરીઓ સાથે આપઘાત કરતા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ કલોલમાં બલરામ પાર્ક સોસાયટી ખાતે પહોંચી ગયા હતા.DYSP આ અંગે DYSP પિયુષ વાંદાએ જણાવ્યું કે ગઇકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે અંગે કેનાલ પર તપાસ કરતા ગાડી અને મોબાઇલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. ત્યારબાદ રાત્રે તરવૈયાઓની ટીમે સર્ચ કરી રહી હતી, જે દરમિયાન આજે સવારે બંને બાળકીઓ જહાન્વી અને જીયાના મૃતદેહ મળ્યા છે. અને તેમના પિતા ધીરજભાઈની શોધખોળ હાલ ચાલી રહી છે.
Reporter: admin







