News Portal...

Breaking News :

અમેરિકામાં હિમવર્ષાની ચેતવણીને લીધે 1800થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી

2025-12-27 10:46:12
અમેરિકામાં હિમવર્ષાની ચેતવણીને લીધે 1800થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી


વોશિંગ્ટન : અમેરિકામાં બરફના તોફાનની દસ્તકને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે હિમવર્ષાની ચેતવણીને લીધે 1800થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. 


ગ્રેટ લેક્સ થી લઈને નોર્ટ ઈસ્ટ સુધી તમામ પરિવહનો પ્રભાવિત થયા છે. નેશનલ વેધર સર્વિસે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધું છે. અમેરિકામાં ઘણી એરલાઇને દેશના મોટા ભાગમાં કડકકતી ઠંડી અને તોફાનની ચેતવણીને કારણે હજારો ફ્લાઈટ કેન્સલ કરી અથવા મોડી કરી દીધી છે. હાલ અમેરિકામાં પિક ટ્રાવેલ સિઝન( પ્રવાસનો સમય) ચાલી રહી છે. કારણ કે હાડ થિજવતી ઠંડીમાં ત્યાં લોકોને રજા આપી દેવામાં આવે છે. જેથી અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ  FlightAwareના ડેટા અનુસાર સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર અમેરિકામાં 1802 ફ્લાઈટ રદ થઈ છે અને 22,349 ફ્લાઇટ મોડી ચાલી રહી છે. 


નેશનલ વેધર સર્વિસે આજ વિન્ટર સ્ટોર્મ ડેવિન માટે ચેતવણી જાહેર કરી છે. જેમાં શનિવાર સવાર સુધીમાં ગ્રેટ લેક્સથી લઈને ઉત્તર મિડ-એટલાન્ટિક અને દક્ષિણ ન્યૂ ઈગ્લેંડ સુધી ખતરનાક યાત્રાની સ્થિતિ બની શકે છે. 4 થી 8 ઇંચ સુધી બરફ વર્ષાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post