વડોદરા : વોર્ડ નંબર 17 માં આવેલ ઓએનજીસી ગેટની બહાર છેલ્લા ઘણા સમય પહેલા એક મોટો ભુવો પડ્યો હતો જેના આજે ઘણો સમય વીતી ગયો છે.

અગાઉ 15 દિવસ પહેલા આ ભુવા પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેરીકેટ મારવામાં આવ્યા હતા, પરંતુ ઘણો સમય વીતી ગયા અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યારે પ્રતાપ નગર થી ડેરી તરફ જતો આ મુખ્ય માર્ગ પર આવતા જતા રાહદારી લોકોને પણ અડચણ પડી રહી છે, જ્યારે આજે કોંગ્રેસના વોર્ડ નંબર 17 સમિતિ કોંગ્રેસ પ્રમુખે આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે ઘણા સમયથી આ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર મોટો ભુવો પડ્યો છે

પરંતુ તંત્ર હજુ ઘર નિંદ્રામાં છે જ્યારે આ વિસ્તારના કાઉન્સિલરને પણ આ ભુવો દેખાતો નથી. આ વિસ્તારમાં બે બે કાઉન્સિલરો છે છતાં પણ કામગીરી હાલ પૂરતી બંધ પડી રહી છે જેને લઈને આજે વન નંબર 17 ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વહેલી તકે તંત્ર જાગે અને આ કામગીરી શરૂ કરે જેથી કરીને રાહદારીઓમાં પણ અવરજવરમાં સહેલાઈ થાય.



Reporter: admin