વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂની સિઝન જામી છે.
અત્યાર સુધીમાં 100 કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી ચૂકી છે અને કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે રજિસ્ટર થયેલા બેચલર ઓફ એન્જિનિયરિંગના 500 જેટલા વિદ્યાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં નોકરી મળી ચૂકી છે.સૌથી વધારે 18 લાખ રૂપિયાનું પેકેજ કોમ્પ્યુટર સાયન્સના અને સૌથી ઓછુ 2.8 લાખ રૂપિયાનું પગાર પેકેજ સિવિલ એન્જિનિયરિંગ અને વોટર રિસોર્સીસ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓને મળ્યું છે.
ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું સરેરાશ પેકેજ 5.3 લાખ રૂપિયા છે. ફેકલ્ટીના પ્લેસમેન્ટ સેલના ડાયરેકટર પ્રો.જે.એન.શાહના કહેવા પ્રમાણે હજી માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી ઈન્ટરવ્યૂ ચાલશે. બીજી 40 થી 50 કંપનીઓ આવે તેવી શક્યતા છે. સરવાળે આ વર્ષે પણ ફેકલ્ટીના બેચલર ઓફ એન્જિનિયરિંગના 75 ટકા જેટલા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ નોકરી મળી જશે તેમ લાગી રહ્યું છે. ગત વર્ષે પણ 70 ટકા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી મળી હતી.
Reporter: admin