વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે, તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટ ને પહોળો કરવો,

નદીમાં ઝાડી ઝાખરા કાપવા, ખોદકામ કરી કાંપ અને માટી બહાર કાઢવી, નદી રીસેક્શનિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીની આજે મોકડ્રીલ રાખવામાં આવી હતી. કામગીરી એક કાંઠા ઉપર થશે, જેના કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે.

હાલ બ્રીડિંગ સીઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે, ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે, બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી. નદીના જે વિસ્તારમાં મગરોની વસ્તી છે.



Reporter: admin