સુખ ચાહો તો સુખ દો’ જેવી ઉકતીથી વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પરમ પૂજ્ય સ્વામીજીની કર્મભૂમિ એવા ભીમનાથ મહાદેવ સાવલી ખાતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ છેલ્લા દશેક દિવસથી ચાલી રહી છે.

પૌરાણિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ દેવોના દેવ મહાદેવ અને પર્વતરાજ હિમાલયની પુત્રી સતી પાર્વતીના લગ્ન મહા વદ ચૌદસના અતિ શુભ સમયે થયા હતા. જેની ઉજવણી દર વર્ષે મહા શિવરાત્રી પર્વ તરીકે વિશ્વભરમાં શિવભક્તો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે. સમગ્ર ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે.પરમ પૂજ્ય સ્વામીજી અને ગેબીનાથ દાદાના સમાધિ મંદિરો, શિવાલયનું ગર્ભ ગૃહ અને સ્વામીજીની બેઠકને રંગબેરંગી ફૂલોથી નયનરમ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે.

પ્રાતઃ કાળે શહનાઇ વાદનથી કાર્યક્રમની શરૂઆત કરાશે. ત્યાર બાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ પરથી વિવિધ ભક્તિ સંગીત અને ભજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. શિવરાત્રી નિમિત્તે ફરાળપ્રસાદનું બપોરે 11 થી 2:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.ભીમનાથ મહાદેવના પૌરાણિક શિવલિંગની ચાર પ્રહરની પૂજા ઉચ્ચ પ્રકારના ધાર્મિક વિધિ વિધાન પૂર્વક કરવામાં આવશે. તારીખ 27 2 2025 ના રોજ પારના નિમિત્તે મહાપ્રસાદનું બપોરે આયોજન કરવામાં આવ્યું.







Reporter: admin