વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુક ગેરકાયદસરની હોવા છતાં પાલિકાના અધિકારીઓ આ નિમણુકને છાવરી રહ્યા છે અને કોઇ જ તપાસ કરવામાં આવતી નથી. પાલિકાની સીધી ભરતીના નિયમોનો ભંગ કરીને મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલની એપોઇન્ટમેન્ટ કરી દીધી છે.

મનોજ પાટીલને નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ફાયર સેવાનો કોઇ જ અનુભવ નથી.મ્યુનિ. કમિશનર રાણાજી સહિતના અધિકારીઓ તો છેલ્લા ઘણા દિવસોથી એક જ વાતનું ગાણુ ગાયા કરે છે કે મનોજ પાટીલના પ્રમાણપત્રો ચેક કરવાની કાર્યવાહી ચાલી રહી છે પણ સીધી ભરતીના નિયમોનો મનાજ પાટીલે સરેઆમ ભંગ કરેલો છે તો મનોજ પાટીલને કેમ ડિસ્ક્વોલીફાય કરવામાં આવતા નથી તેવો સીધો સવાલ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના સીધી ભરતીના નિયમોને તો મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ મજાક બનાવી દીધા છે. તેઓ મનમાની કરીને મનફાવે તે વ્યક્તિને કોઇ પણ વિભાગમાં એપોઇન્ટમેન્ટ કરી રહ્યા છે પણ ફાયર વિભાગ તો સીધી રીતે વડોદરાવાસીઓની સુરક્ષા સાથે સંકળાયેલો વિભાગ છે અને તેમાં અનુભવી અને યોગ્ય લાયકાત વાળા ઉમેદવારની જ નિમણુક થવી જોઇએ પણ આવા બિનઅનુભવી લાયકાત વગરના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવીને કમિશનર સહિતના અધિકારીઓએ તો વડોદરાવાસીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો છે. જે સીધી ભરતીમાં જે ફોર્મ ભરવામાં અને જે અન્ય નિયમોનું ઉલ્લંઘન થયું છે, તેના આધારે કેમ બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરને ડિસ્કોલીફાઈ કરતા નથી. જ્યારે વર્ષ 2014માં તેમને ડિગ્રી મળી તો તેમને 2013 માં નોકરી ચાલુ કેવી રીતે કરી એ વાત સમજી શકાતી નથી. જ્યારે ફુલટાઈમ કોર્સ હોય તો ગુજરાત થી મહારાષ્ટ અપડાઉન કેવી રીતે થઈ શકે.તે પણ મોટો સવાલ છે. ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં ગોકળ ગતિએ ચાલતી તપાસ..* ગુજરાત યુનિવર્સિટી રજીસ્ટ્રાર, ડીન- કોલેજ ઓફ ફાયર એન્ડ ટેકનોલોજી, અમદાવાદ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર બોર્ડ, અગાઉની નોકરીની જગ્યાએ તપાસ કરવી અનિવાર્ય...સામાન્ય સભામાં જેને રિજેક્ટ કરાયો તેને જ એપોઇન્ટમેન્ટ અપા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલને સામાન્ય સભાએ જ સર્વાનુમતે રિજેક્ટ કરેલા હતા અને થોડા દિવસોમાં પવન એવો ફર્યો કે સામાન્ય સભાએ બહાલી પણ આપી દીધી હતી. આ પવન અચાનક કેમ ફર્યો તેની રાજ્યસરકારે ઉંડી તપાસ કરવી જરુરી છે. ચીફ ફાયર ઓફિસરના આરઆર મુજબ ભરતી કરવામાં આવી નથી તેવું સામાન્ય સભામાં કહેવામાં આવે છે, તો પાલિકાને એવી શું મજબૂરી કે ગુજરાતમાંથી કોઈ ઉમેદવાર ના મળ્યો અને મહારાષ્ટ્રના ઉમેદવાર ને સિલેક્ટ કર્યો. કોર્પોરેશનના અધિકારીઓ સીધા જવાબદાર.. બિનઅભવી અને લાયકાત વગરના ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી તેમાં પાલિકાનો વહિવટ કરતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી કમિશનર અને સિલેક્શન કમિટીના અધિકારીઓ પણ જવાબદાર છે. જ્યારે સામાન્ય સભામાં પણ તેનો વિરોધ થાય છે, અને ના મંજૂર કરવામાં આવે છે, તો મંજુર કોના કહેવાથી કરવામાં આવ્યું.મનોજ પાટીલે ગુજરાત યુનિ.ને મહારાષ્ટ્રમાં બતાવી... પાલિકાના સીધી ભરતી ના નિયમ 26 ક્રમાંક મુજબ ઉમેદવાર મનોજ પાટીલ સીધા જ ડિસ્કોલીફાઈ થઇ જાય છે કારણ કે ઓનલાઇન ફોર્મમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બતાવી છે અને તે ખૂબ ગંભીર ભૂલ કહેવાય, અને તેમણે હજી સુધી યુનિવર્સિટી નું નામ પણ લખ્યું નથી. ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન તો 300 થી વધુ કોલેજો આવેલી છે. તેમણે ઓનલાઇન ફોર્મમાં કેમ પોતે જે કોલેજમાં ફાયર સેફ્ટીનો કોર્સ કર્યો તે કોલેજનું નામ લખ્યું નથી તે જ શંકા પ્રેરે તેમ છે. બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરે તો રિસીવ કરવાનું પણ બંધ કરી દીધુ...જ્યારથી ચીફ ફાયર ઓફિસરની ભરતીનો વિવાદ બહાર આવ્યો છે અને અમે તેને રોજ ઉજાગર કરી રહ્યા છીએ, ક્રેડાઇ પ્રોપર્ટી શોમાં દાખવેલી ગંભીર બેદરકારીના મુદ્દે અમે તેમને સવાલો પુછ્યા,ત્યારથી મનોજ પાટીલે અમારો ફોન રિસીવ કરવાનું પણ છોડી દીધું છે. કારણ કે અમારા પ્રશ્નોનો તેમની પાસે કોઇ જવાબ જ નથી અને તે જ બતાવે છે કે દાળમાં ચોક્કસ કાળુ છે કાં તો આખેઆખી દાળ જ કાળી છે.

આ બંને અધિકારી સત્તાના નશામાં ચૂર બની ગયા છે અને ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું છે. મોટી પોસ્ટ માટે ઉમેદવાર પાસે એફિડેવીટ કરાવવી જરુરી...કોર્પોરેશનના મહત્વના હોદ્દાઓમાં કરેલી ભરતીમાં હવે કડકાઈ રાખવાની જરૂર છે. મોટી પોસ્ટ માટે હવે ઉમેદવારે સેલ્ફ એટેચ નહીં પણ નોટરી પાસે ટ્રુ કોપી કરાવવી જોઇએ. અમદાવાદ માં જે ભરતી કૌભાંડ નીકળ્યું એ આ રીતે જ નીકળ્યું છ અને ભરતીમાં નિયમો નેવે મૂકી દીધા છૅ. વડોદરા કોર્પોરેશને પણ ભરતી પ્રક્રિયામાં વેરિફીકેશનમાં પણ કડકાઇથી કામ કરવું જોઇએ અને દરેક ઉમેદવારે રજુ કરેલ પ્રમાણપત્રોને ચકાસણી કરવા માટે દરેક યુનિવર્સીટી ના નોડલ ઓફિસર જોડે લઈઝનિંગ માં રહેવું જોઇએ.રાજકોટના ઇન્ચાર્જ સીએફઓ તો 12મું પાસ હતા...રાજકોટ ફાયર બ્રિગેડમાં 1.80 લાખની લાંચ લેતા ઝડપાયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની ભરતી પણ સંપૂર્ણપણે ગેરકાયદેસરની હોવાનો તે સમયે પર્દાફાશ થયો હતો. નવાઇની વાત તો એ છે કે ધોરણ 12 પાસ અનિલ મારુને રાજકોટમાં ક્લાસ 1 અધિકારી બનાવી દેવાયા હતા. રાજકીય નેતાઓની મદદથી અનિલ મારુને સહેલાઇથી આ પોસ્ટ મળી ગઇ હોવાનો સનસનીખેજ ખુલાસો થતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. ભરતી દરમિયાન આધાર કાર્ડ પ્રમાણે અનિલ મારુની ઉંમર 3 વર્ષ ઓછી હતી છતાં તેમની ભરતી કરી દેવાઇ હતી. રાજકોટ કોર્પોરેશન ઓડિટ વિભાગે ભુજ નગરપાલિકાને લેખીતમાં આપ્યું હતું કે મારુની ભરતી ગેરકાયદે છે તેની તપાસ કરો છતાં મારુને સરકારે રાજકોટનો ચીફ ફાયર ઓફિસરનો હવાલો સોંપ્યો હતો. સામાન્ય સભાએ શું ઠરાવ કર્યો હત.કોર્પોરેશનમાં મનોજ પાટીલની નિમણિક બાબતે સામાન્ય સભામાં ટિપ્પણી કરાઇ હતી કે કમિશનરની ભલામણ નામંજૂર કરવામાં આવે છે. ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે 10 ઉમેદવારોએ અરજી કરેલી પણ માત્ર એક જ ઉમેદવારનું પસંદગી યાદીમાં નામ દર્શાવેલું છે જે નીતિનિયમો વિરુદ્ધનું છે. પસંદગી યાદીમાં દર્શાવેલ ઉમેદવાર કોઇપણ કોર્પોરેશનની અંદર સાત વર્ષની નોકરીનો અનુભવ ધરાવતા નથી. તેઓ 24 કલાક ફાયર સર્વિસમાં ફરજ બજાવતા નથી અને ફાયર બ્રિગેડના ક્ષેત્રમાં ફક્ત 3 વર્ષનો અનુભવ છે.અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ઇમરજન્સી સર્વિસમાં ડિવીઝનલ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યું દરમિયાન આ ઉમેદવારનો અનુભવ માન્ય ગણવામાં આવ્યો નથી. જે જગ્યા અને મેઇ જગ્યાની ભરતી સમયે સભામાં મોકલો ત્યારે સર્વિસ રુલ આરઆર શું છે તે તમામ સભાસદોને જાણ કરવી જોઇએ. સીધુ કામ ના મોકલાય ઉપરોક્ત તમામ શરતો મુજબ પસંદગી કરેલ અરજદાર ચીફ ફાયર ઓફિસર તરીકે લાયકાત ધરાવતો નથી જેથી કોર્પોરેશનના આરઆર, અનુભવ અને જરુરીયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરવાનું આ સભા ઠરાવે છે.અત્યારે તપાસમાં કંઇ નથી..ચીફ ફાયર ઓફિસરની નિમણુંકની તપાસમાં અત્યારે કોઇ પ્રગતી નથી. દિલીપ રાણા, મ્યુનિ.કમિશનર, વીએમસી

Reporter: admin