વડોદરા : "સાચો આનંદ આપણી પાસે શું છે તેમાં નથી પરંતુ આપણે બીજાને શું આપીએ છીએ તેમાં છે" તેવી વિચારધારા રાખનારા ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી ઇવેન્ટ પ્રેરણા: ધી ઈમેન્સિપેશનનું એક મહત્વનું અંગ આગાઝ છે.

જે એક ડોનેશન ડ્રાઈવ છે. આ વર્ષે તે તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યું હતું જેમાં પ્રેરણા ટીમએ વડોદરાના વિવિધ પાયાની જરૂરિયાતોથી વંચિત સ્થળોની મુલાકાત લઈ ત્યાં વિવિધ જરૂરી ચીજ વસ્તુઓ જેમકે કપડાં, રમકડાં, પુસ્તકો, સ્ટેશનરી વગેરે જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. પ્રેરણા એ દિવ્યાંગજનો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે.

દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી તથા જીવનમાં કાંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી "પ્રેરણા" ઇવેન્ટને યુનેસ્કો તરફથી ૬ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયો છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, વિશ્વવિખ્યાત નેતા એવા નરેન્દ્રભાઇ મોદી તરફથી અપ્રિશીએશન લેટર પ્રાપ્ત થયેલ છે. તદુપરાંત, ગૌરવવંતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છા પત્ર પ્રાપ્ત થયો છે. પ્રેરણાનાં ઘણા અંગો છે જેમકે અલ્ફાઝ, ડી. એ. સ્પોર્ટ્સ, ડી. એ. ઇવેન્ટ, આગાઝ, આર્ટિકો વગેરે.જે પૈકી આગાઝ એક ડોનેશન ડ્રાઈવ છે જેમાં પ્રેરણા ટીમના વિધાર્થીઓ કેટલીક પાયાની આવશ્યક ચીજ વસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન ભેગી કરે છે તથા નિશ્ચિત એક દિવસે તેનું ડોનેશન કરે છે.




Reporter: admin