ભારતની આધ્યાત્મિક વારસો શાશ્વત છે અને ઈતિહાસ તેની મજબૂતીનો સાક્ષી છે. સદીઓથી આપણા મંદિરો, ધર્મગ્રંથો અને પરંપરાઓ પર અનેક આક્રમણો થયા છે, છતાં આપણા વિશ્વાસમાં ક્યારેય ઘટાડો થયો નથી.હું તમને એક એવી કથા જણાવીશ કે જે આપણા સંસ્કૃતિ અને પરંપરાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

હજારો વર્ષ પહેલાં, બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ ભક્તિનું પ્રતિક ગણાતું હતું. તે માત્ર એક પૂજા સ્થળ નહોતું, પરંતુ એક આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર હતું, જે આખા દેશમાંથી ભક્તો, સંતો અને સાધકોને પોતાની તરફ આકર્ષતું હતું.કહેવામાં આવે છે કે સોમનાથનું શિવલિંગ અનન્ય હતું કારણ કે તે જમીનને સ્પર્શ કરતું નહોતું, પણ હવામાં લટકતું હતું. તેની દિવ્ય શક્તિ પાસે આવતા દરેક વ્યક્તિને પ્રભાવિત કરતી હતી. આ પવિત્ર ઉર્જા માત્ર શ્રદ્ધાનો વિષય નહોતો; તે એક અનુભૂતિ હતી. ૧૦૨૬ ઈ.સ.માં, ઈતિહાસે એક દુઃખદ વળાંક લીધો જ્યારે મહમૂદ ગઝનવીએ મંદિર તોડી નાંખ્યું અને શિવલિંગને અપવિત્ર કર્યું. પરંતુ આ વિનાશ છતાં, લોકોની શ્રદ્ધા અતૂટ રહી. પ્રાચીન પરંપરાના સમર્થક અગ્નિહોત્રી બ્રાહ્મણોએ મૂળ સોમનાથ લિંગના ટુકડાઓ સુરક્ષિત રાખ્યા અને તેમને સુરક્ષિત સ્થાને લઈ ગયા. આ અવશેષો સદીયોથી પેઢી દર પેઢી સાચવી રાખવામાં આવ્યા અને તેમની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવી.પવિત્ર શિવલિંગના સંરક્ષકો સદીઓ સુધી, સોમનાથ જ્યોતિર્લિંગના ટુકડાઓ સંતો અને આધ્યાત્મિક સંરક્ષકો દ્વારા ગુપ્ત રીતે સંભાળવામાં આવ્યા, જેમણે તેમનું મહત્ત્વ સમજ્યું. આ અવશેષો ને એક પવિત્ર લિંગમના સ્વરૂપે આકાર આપવામાં આવ્યો અને તેમની પૂજા કરવામાં આવી.છેલ્લી સદીના પ્રારંભમાં, સ્વામી પ્રણવાનંદ સરસ્વતીએ તેમના ગુરુ પાસેથી આ અવશેષો પ્રાપ્ત કર્યા. તેઓ તેને કાંચી શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પાસે લઈ ગયા, જેમણે તેને ૧૦૦ વર્ષ સુધી ગુપ્ત રાખવા માટે કહ્યું.પછી, આ અવશેષો સીતારામ શાસ્ત્રીજીના પરિવારને સોંપવામાં આવ્યા અને ૧૦૦ વર્ષ પછી તે વર્તમાન કાંચી શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતી પાસે પહોંચ્યા.

શંકરાચાર્યજીના નિર્દેશ મુજબ, આ અવશેષોને પુનઃસ્થાપિત કરવા માટે મને સોંપવા માં આવ્યા છે. આ અવશેષોને એક વસ્ત્રમાં સંભાળપૂર્વક લાવવામાં આવ્યા અને ત્યારે મેં એમાં એક વિશિષ્ટ ચુંબકીય શક્તિનો અનુભવ કર્યો. આપણે ઘણીવાર શ્રદ્ધાની વાત કરતાં હોઈએ છીએ, પણ કોઈ નિશ્ચિત ક્ષણોમાં, શ્રદ્ધા એક સાક્ષાત અનુભૂતિ બની જતી હોય છે. આ અવશેષોને હાથમાં લઈ કોઈ પણ વ્યક્તિ એ જ ઉર્જા અનુભવવી શકે, જે કદી સોમનાથના ભવ્ય ગર્ભગ્રહમાં પ્રવર્તતી હતી.આ માત્ર પથ્થરના ટુકડાઓ નહોતા, પરંતુ સદીયોથી કરવામાં આવેલી અસંખ્ય પ્રાર્થનાઓ, ધ્યાન અને મંત્રોના સંયોજનથી પવિત્ર બનેલા અવશેષો હતા. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંયોગ ૨૦૦૭માં, વૈજ્ઞાનિકોએ આ અવશેષોની રચનાનો અભ્યાસ કર્યો ત્યારે તેમને કેટલાક આશ્ચર્યજનક તારણો મળ્યા, જેમણે આ લિંગમના રહસ્યને વધુ ઊંડું કરી દીધું. તેમને માલૂમ પડ્યું કે તેના કેન્દ્રમાં એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર છે, જે અત્યંત અસામાન્ય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વિશિષ્ટ ચુંબકીય પથ્થર હોવો જોઈએ, જે અત્યંત દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે, આ લિંગમ કોઈ ઉલ્કાપિંડમાંથી બનેલું હોઈ શકે છે, જે બાહ્ય અવકાશમાંથી આવેલું હોય.સાંસ્કૃતિક પુનર્જાગૃતિ અને ભવિષ્ય આ પવિત્ર અવશેષોની પુનઃખોજ માત્ર ઇતિહાસની પુનઃપ્રાપ્તિ નથી, પણ આપણી સંસ્કૃતિના સજીવ સ્વરૂપનું પુનર્જીવન છે.જે રીતે ૫૦૦ વર્ષ પછી રામ મંદિરનું પુનર્નિર્માણ થયું, તે જ રીતે, હવે ૧૦૦૦ વર્ષ પછી મૂળ સોમનાથ લિંગમની મહિમાનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે. અગાઉના ગ્રંથો અને વૈદિક ગણનાઓ અનુસાર, ચંદ્ર મનનું પ્રતિક છે અને શિવ સાથે ઊંડો સંબંધ ધરાવે છે.આ કારણે શિવને “સોમનાથ” કહેવાય છે.જ્યારે મન ઉથલ-પાથલ થાય, ત્યારે શિવજ ઉત્તમ સમાધાન છે.આ પવિત્ર યાત્રા દરમ્યાન આપણું ધ્યાન રાખવું જોઈએ કે શિવ માત્ર એક મૂર્તિ કે પ્રતિક નથી - શિવ એક અનુભૂતિ છે.શિવ એ વિચારોની પાછળનું મૌન છે, ભાવનાઓની પાછળની વિશાળતા છે, અને તે ચેતના છે જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે.અંતિમ સંદેશ આ પુનઃખોજ માત્ર ઇતિહાસની ઘટના નથી; આ સમસ્ત માનવજાત માટે એક શક્તિશાળી સંદેશ છે.આ આપણે યાદ અપાવે છે કે સત્ય, શ્રદ્ધા અને ભક્તિને ક્યારેય નષ્ટ કરી શકાતા નથી.
Reporter: admin