વડોદરા: આજવા રોડ ખાતે આવેલા તૈયબી હોલ ખાતે અલવી બેન્ક તેમજ અલવી જમાત ટ્રસ્ટ દ્વારા ફ્રી મેગા સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા વિશેષ ડોક્ટર્સની ટીમ હાજર રહી હતી.કેમ્પ દરમિયાન ડૉ. કિરણ જયસ્વાલ, ડૉ. જીતેન્દ્ર જયસ્વાલ, શબ્બીરભાઈ મોટરવાલા, અકબરભાઈ ચસમવાલા, તાલિબભાઈ દવાવાળા અને ઝાકીરભાઈ મરચાવાળાની ઉપસ્થિતિમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને તપાસની સુવિધા આપવામાં આવી.
આ કેમ્પનો લાભ ૩૦૦ થી વધુ દર્દીઓએ લીધો હતો, જેમાં વિવિધ રોગોની નિદાન તથા જરૂરી દવાઓ આપવામાં આવી. સમુદાય માટે આરોગ્યલક્ષી સેવા ખૂબ જ લાભદાયી સાબિત થઈ છે.
Reporter: admin