વડોદરા શહેરના વોર્ડ નંબર 15 ખાતે છેલ્લા 15 વર્ષ જૂની પુરતા પ્રેસરથી પાણી ના મળવાની સમસ્યા હતી પણ સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક રહીશોની રજૂઆત બાદ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જાતે રસ લઇને આ અંગેની કાર્યવાહી શરુ કરી હતી અને પાણીની લાઇન નાખવાના કામનો શુભારંભ કરાવ્યો હતો.

વોર્ડ નંબર 15 ખાતે પાણીના પ્રેસરની વર્ષો જૂની ફરિયાદ હતી. આ અંગે છેલ્લા 15 વર્ષથી સ્થાનિક રહિશોને ભારે તકલીફ ભોગવવી પડતી હતી . સ્થાનિક રહિશો અને સ્થાનિક કોર્પોરેટરોની રજૂઆત બાદ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ પાણીની લાઇન નવી નાખવામાં રસ લીધો હતો.

આખરે વસુંધરા સોસાયટીથી પનઘટ પાર્ક થી વિનોદ વાટીકા સુધી તથા હરિયાળી હોટેલ પરશુરામ ગાર્ડનથી સોમેશ્વર થઇને પુષ્પક બંગલો અને રામદેવનગર સુધી લગભગ 3 કરોડના ખર્ચે પાણીની લાઇન નાખવાનું કામ ડો.શીતલ મિસ્ત્રીએ મંજૂર કર્યું હતું અને ત્યારબાદ પાણીની લાઇન નાખવાના કામનો શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર તથા વોર્ડ નંબર 15ના મહામંત્રીઓ સહિત વિસ્તારના તમામ નાગરીકો પણ હાજર રહ્યા હતા. આ નવી પાણીની લાઇનના કારણે નાગરીકોને પુરતા પ્રેશરથી પાણી મળશે અને તેમને વર્ષો જૂની પાણીની સમસ્યાથી છુટકારો મળી શકશે.

Reporter: admin