વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંઅખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મંગલદીપ કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ત્રણ જાન્યુઆરીથી નવ જાન્યુઆરીના રોજ યોજશે.

સાત દિવસ સુધી કથાવ્યાસ પ્રજ્ઞા પુત્રી ખ્યાતિ બેન પટેલ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.ત્યારે ગુરુવાર ના રોજ પોથી યાત્રા નીકળી હતી. બેન્ડબાજા સાથે આ પોથીયાત્રા નીકળી હતી.

જેમાં ઉત્સાહ થી મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ગરબા અને ભજન ની રમઝટ જામી હતી.જે વિસ્તારમાં ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો અને વિસ્તારના નાગરિકો પોથી યાત્રામાં જોડાયા હતા.






Reporter: admin







