વડોદરા : દિવાળીના તહેવારોમાં પ્રત્યેક ઘરના આંગણામાં રંગોળી સજાવેલી જોવા મળતી હોય છે. આ રંગોળી કળા 10 હજાર વર્ષ પૂર્વેની હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં પણ રંગોળીનો ઇતિહાસ ખૂબ ઉજવળ જોવા મળે છે. એવું કહેવાય છે કે રામાયણ કાળથી શબરી દ્વારા ભગવાન રામ તેમના ઘરે આવે તે માટે દરરોજ ઘરના આંગણામાં ફૂલો દ્વારા રંગોળી કરવામાં આવતી હતી, ત્યારથી ભારતમાં રંગોળી કરવાની એક પરંપરા શરૂ થઈ હશે તેવું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 64 જાતની કળાઓને શ્રેષ્ઠ માનવામાં આવી છે, પાછલા ઘણા વર્ષોથી રંગોળી ક્ષેત્રે જોડાયેલા વડોદરાના ખ્યાતનામ કલાકાર સંકેત જોશી દ્વારા રંગોળી કળાને લઈને નવી પેઢીના યુવાન કલાકારોમાં રંગોળી પ્રત્યે એક જુસ્સો ઉભો થાય તે માટે રંગોળી શીખવા માગતા નવયુવાન કલાકારો ને શીખવવા અને પ્રેરણા આપવામાં આવે છે
ત્યારે પરંપરા રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી વડોદરા શહેર માં વિવિધ રંગોળીઓ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જે આ એક્ઝિબિશન 26 ઓક્ટોબર થી ત્રણ નવેમ્બર 2024 સુધી ખુલ્લુ રહેનાર છે જેનો સમય સાંજના પાંચ કલાકથી રાત્રિના 10 કલાક સુધી ખુલ્લુ રહેશે જેમાં આ વખતે વિવિધ રંગોળીઓ બનાવવામાં આવી છે .
Reporter: admin