વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં મારામારીના બનાવમાં સંડોવાયેલા એક શખ્સને વડોદરા માંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મારામારીના જુદા જુદા બે બનાવમાં પ્રિય લક્ષ્મી ચાલી નજીક રહેતા હાફિઝ સલીમભાઈ શેખ ની સંડોવણી ખુલતા તેની સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુકમની સુનાવણી થયા બાદ હાફિઝને 15 મહિના માટે વડોદરા શહેર અને જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે સામાન્ય રીતે પોલીસ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગાવવામાં આવતું હોય છે. તડીપારના કેસો પાસા કરતા ઓછા થતા હોય છે. તડીપાર પણ એટલું જ અસરકારક મનાય છે.
Reporter: admin







