વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ખારીવાવ રોડ ખાતે આવેલ સિધ્ધાર્થ ફ્લેટમાં સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આજે સ્થાનિકોએ મોબાઈલ ટાવરની કામગીરીનો વિરોધ કર્યો હતો.

આ મોબાઇલ ટાવર ઊભું થશે તો ઇમારતને નુકશાન થશે અને મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવશરીર અને પશુ પંખીઓ પર થતી આડ અસરોનાં કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓને લઈ મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા માટે પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે ટાવરની કામગીરી ચાલુ કરતા સિધ્ધાર્થ ફ્લેટના રહીશોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી...



Reporter: admin







