દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું, પરંતુ સત્ર શરૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, 'તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.'
'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકવાદીઓ અત્યાર સુધી પકડાયા નથી' : ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મેં 267 હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે. તેમના જ LG એ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહ્યું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે 24 વાર કહ્યું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે.
Reporter: admin







