હરિદ્વાર : ઉત્તરાખંડમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાને શુદ્ધ અને સુરક્ષિત બનાવવાની સાથે નકલી સાધુઓને પકડવા માટે સરકારે ઓપરેશન 'કાલનેમિ' શરૂ કર્યું છે.
આ અભિયાન હેઠળ હરિદ્વાર પોલીસ દ્વારા નકલી સાધુઓ, ભિખારીઓ અને ઠગ પર દેખરેખ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓપરેશનના પહેલા જ દિવસે 50થી વધુ શંકાસ્પદ શખ્સો પકડાયા છે. જેમાં 6 જેટલા મુસ્લિમ પણ જોવા મળ્યા છે, જેઓ ભગવો પહેરીને ભિક્ષા માંગતા હતા.
AI-ફેસ રિકૉગ્નિશન કેમેરાથી પોલીસની બાજ નજર
હરિદ્વાર પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફેસ રિકૉગ્નિશન કેમેરાનો ઉપયોગ કરીને શંકાસ્પદ શખ્સની ઓળખ કરી રહ્યા છે. કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં 350થી વધુ કેમેરા દ્વારા સમગ્ર હરિદ્વારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. હર કી પૌડી ખાતે ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ પોલીસની 2 ટીમો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
Reporter: admin







