News Portal...

Breaking News :

રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાથવા ઓપેરેશન ક્લીન શરૂ

2024-07-09 12:23:09
રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાથવા ઓપેરેશન ક્લીન શરૂ


ભયમુક્ત ભૂખ્યા ભ્રષ્ટાચારીને કારણે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે ખુદ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારથી પ્રજામાં સરકારની છબિ ધુધળી પડી રહી છે.


એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજીયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નિવૃત્ત કે સસ્પેન્શન આ સમસ્યાને નિવેડો નથી. દાખલારૂપ કામગીરી કરી, આ અધિકારીઓએ એકત્ર કરેલી કાળી કમાણી જપ્ત થવી જોઈએ. જે અધિકારી ભ્રષ્ટ હોય તો તે જેલ ભેગા પણ થવા જોઈએ એવું માનનારો પણ એક વર્ગ છે.વિજિલન્સ કમિશનના અહેવાલ અનુસાર રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં થાય છે. આ પછીના ક્રમે પંચાયત અને ગૃહ વિભાગોના વારો આવે છે, તકેદારી પંચ અને એન્ટિ કરપ્શન બ્યૂરોને મળતી અરજી-ફરિયાદના આધારે આ અહેવાલ તૈયાર થયેલો છે. 


એટલે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર છે જ એ સર્વવિદિત છે. ભુપેદ્ર પટેલની રાજ્યસરકારે છેલ્લા એક પખવાડિયામાં જેમની સામે ગેરરીતિની ફરિયાદો છે એવા ક્લાસ વન કે જીએએસ કેડરના પાંચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના ભૂતપૂર્વ અને છેલ્લે વલસાડના આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. એ પહેલાં ગાંધીનગરના ભુતપુર્વ કલેકટર એસ.કે.લાંગાના અબજોના કૌભાંડો બહાર આવતાં તેમની ધરપકડ કરાઈ છે. આ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ભાજપ સરકારની ઈમેજ બગડી હોવાથી સરકારની ઈમેજ સુધારવા ઓપરેશન ક્લીન હાથ કરીને ભ્રષ્ટ્રાચારીઓને ઘરે ભેગાકરવા ઓપેરશન ક્લીન શરૂ થયું છે.

Reporter: News Plus

Related Post