અમદાવાદ મોડેલ થકી RRR પ્રોજેક્ટને વડોદરા પાલિકા દ્વારા અપાયો ભંગાર વાન રિપેર કરી તેને પણ રિયુઝ કરવામાં આવશે, સોસાયટીઓ-એપોર્ટમેન્ટ માંથી ઘન કચરો લઇ તેમાં સુધાર કરાવી જરૂરિયાતમંદોને અપાશે
વડોદરા મહાનગરપાલિકા ના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ જણાવતાં કહ્યું કે પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ, રિડ્યુસ અને રિસાઇકલનો અભિગમ અપનાવી રહ્યો છે. વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં, પગરખાં સહિતની ચીજ-વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. વડોદરા શહેરના ચાર ઝોનનમાં ચાર ડેપો બનાવવામાં આવશે અટલાદરા, ભાયલી, ગાજરાવાડી અને કારેલીબાગના રાત્રી બજાર વિસ્તારની આજુબાજુમાં નવું બાંધકામ કરીને ડેપો બનાવવામાં આવશે, શહેરમાં રોજ 150થી 200 ટન ઘન કચરો જમા થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ લાવી છે. જેમાં પાલિકાની વાન વસ્તુઓ એકત્ર કરી એનજીઓ અને સામાજિક સંસ્થા મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. પ્રાથમિક તબક્કે રોજનો 3 ટન વસ્તુઓ એકત્ર કરવાનો અંદાજ છે.લોકો પ્રોજેક્ટ સાથે સંકળાય તે માટે ટોલ ફ્રી નંબર અને નિર્માલ્યમ નંબર જાહેર થશે.
આનાથી રોજનો કચરાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે અને કેટલીક વસ્તુ ફરીથી ઉપયોગમાં લેવાશે. જ્યારે ઇ-વેસ્ટ કલેક્શન અને પ્લાસ્ટિક કલેક્શન પણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદમાં આ પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટમાં સખી મંડળને પણ જોડાશે. કપડાં-પગરખાં સહિતની વસ્તુઓમાં નાનું-મોટું સમારકામ કરાવી તેને ફરીથી વેચી શકાશે.પાલિકાની ભંગાર પડેલી વાનનો રિયૂઝ કરી તેમાં કચરો એકત્ર કરવામાં આવશે.સોલિડ વેસ્ટ વિભાગના મેનેજર કશ્યપ શાહે જણાવ્યું કે, પાલિકાની બિનઉપયોગી અને ભંગાર પડી રહેલી વાનમાં નાનો-મોટો ખર્ચ કરી રિયૂઝ કરવામાં આવશે. આ વાન થકી જ ઘન કચરો એકત્ર કરવાનું નક્કી કરાયું છે. પ્રાથમિક તબક્કા બાદ દરેક ઝોનમાં 10×10ના સેન્ટર બનાવી ત્યાં કચરો એકત્રીકરણ કરવાનું આયોજન છે.લોકો પ્રોજેક્ટમાં જોડાય તે માટે વળતરની વિચારણા પાલિકામાં ઈ-વેસ્ટ કલેક્શનની ઝુંબેશ ચાલું છે, જેમાં કંપની ઈ-વેસ્ટનું વળતર આપે છે. આ પ્રોજેક્ટમાં પણ ઘન કચરો આપનારને રિબેટ આપી શકાય તે માટેની વિચારણા ચાલી રહી છે.
Reporter: News Plus