News Portal...

Breaking News :

શેર માર્કેટમાં સારું વળતર અપાવવાના નામે ઓનલાઈન ફ્રોડ

2025-06-28 12:44:29
શેર માર્કેટમાં સારું વળતર અપાવવાના નામે ઓનલાઈન ફ્રોડ


વડોદરા:  એક નોકરીયાત મહિલા ને શેર માર્કેટમાં સારું વળતર અપાવવાના નામે ઓનલાઈન ઠગોએ રૂપિયા પડાવી લીધા હોવાનો વધુ એક કિસ્સો બહાર આવતા સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.



મહિલાએ કહ્યું છે કે, મારા ઉપર અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા મેં તેને મેસેજ કરવાનું કારણ પૂછ્યું હતું. જેથી સામેવાળી વ્યક્તિએ મને શહેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે સમજાવી હતી. મે આ વ્યક્તિને તમને શું ફાયદો થશે તેમ પૂછતા તેણે 30% પ્રોફિટ મને મળશે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે લિમિટ એકાઉન્ટ ખોલાવવા માટે ત્રીજી વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો.


આ વ્યક્તિએ મને શેરની લે વેચ કરાવી હતી પરંતુ તેમાં ફાયદો થયો ન હતો. ત્યારબાદ તે વ્યક્તિએ મને કહ્યું હતું કે મેં મોટી રકમ રૂપી છે અને મને સારો એવો ફાયદો થયો છે. જેથી મેં તેના કહેવા મુજબ તેના બેન્ક એકાઉન્ટમાં 5.95 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ મેં પરત માગતા મને આપી ન હતી અને વધુ રકમની માંગણી કરી બ્રોકર દ્વારા ઘેર આવીને ઉઘરાણી કરશે તેવી ધમકી આપી હતી. આ અંગે સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post