ધ્વારા નિર્માણીત અને વીરેન કુમાર કુમાર ધ્વારા અભિનીત તથા દિગ્દર્શીત અને સોનલ વૈદ્ય ધ્વારા લિખીત ગુજરાતી એકાંકી નાટક "સ્પર્શ" ની ભજવણી ૨૭ માર્ચ એટલે કે વિશ્વ રંગમંચ દિવસ નિમીતે નડિયાદ ખાતે યોજાયેલ બાલ્કન જી બારી અને સ્વ. પ્રવીણ કોન્ટ્રાક્ટર આયોજિત નાટ્ય સ્પર્ધામાં કરવામાં આવી હતી.

જેમાં નાટક "સ્પર્શ" ને શ્રેષ્ઠ નાટક પ્રથમ, વીરેન કુમાર ને શ્રેષ્ઠ અભિનેતા પ્રથમ તથા શ્રેષ્ઠ દિગ્દર્શક પ્રથમ અને વિક્ટરી સ્ટાર પ્રોડક્શન ને શ્રેષ્ઠ પ્રોડક્શન પ્રથમ અને એશા ભટ્ટ ને શ્રેષ્ઠ અભિનેત્રી પ્રથમ સ્થાન સાથે પુરષ્કાર મળ્યા હતાં. આ નાટકની વાર્તા માતાના પોતાના પ્રિમેચ્યોર નવ જાત બાળકને જોવું અને એ બાળક સાથેના તેના અંતીમ ક્ષણો વિષેની વાત કરવામાં આવી છે.

આ નાટકમાં શ્ર્વેતા સોલંકી, ડૉ. સંજય રાણા, એશા ભટ્ટ અને વીરેન કુમાર એ શાનદાર અભિનય કરીને પ્રેક્ષકોને મોહીત કર્યા હતા, તથા સંગીત અને લાઈટ સંચાલનમાં પલાશ શિમ્પ્પી, આકાશ જોશી, સંજય રાવલ તથા ચેતન ભાઈએ સાથ આપ્યો હતો. આ નાટકનાં થીમ સોંગને કુવર આષીશ યાદવે લખ્યું છે અને પ્રજવલ ચૌહાણ તથા ઓજસ્વી વ્યાસે પોતાનાં સુંદર અવાજથી આ ગીતને સુંદર રીતે ગાયું છે. નાટકનાં દિગ્દર્શક અને અભિનેતા ૮ વર્ષથી નાટક ક્ષેત્રે તથા કલર્શ ગુજરાતીમાં ટેલિવિઝન સીરીયલમાં એક અભિનેતા તરીકે કાર્યરત છે.


Reporter: admin