News Portal...

Breaking News :

કોર્પોરેટરનું કાર્યાલય થઈ જાય એટલે બિલ્ડીંગ કાયદેસર થઈ જાય

2025-12-22 09:57:16
કોર્પોરેટરનું કાર્યાલય થઈ જાય એટલે બિલ્ડીંગ કાયદેસર થઈ જાય


ગેરકાયદેસર બિલ્ડીંગમાં જ કોંગ્રેસનાં કોર્પોરેટર પુષ્પા વાઘેલાનું કાર્યાલય.
કાગડા બધે કાળા
સંગઠન અને સાથી કોર્પોરેટરોને જાણ કર્યા વગર લેવાયેલા આ નિર્ણયથી કોંગ્રેસની આંતરિક જુથબંધી ફરી એક વખત બહાર આવી છે અને વોર્ડ પ્રમુખના રાજીનામા સુધી મામલો પહોંચ્યો..

જે બિલ્ડીંગને ગેરકાયદેસર ગણાવી સભામાં રજૂઆત કરી હતી, એ જ બિલ્ડીંગમાં પુષ્પા વાઘેલાએ કાર્યાલય ખોલ્યું !



કોંગ્રેસમાં ડખો: સાથી કોર્પોરેટરો અને સંગઠનને જાણ કર્યા વગર પુષ્પા વાઘેલાએ ગેરકાયદેસર બિલ્ડીંગમાં જનસંપર્ક કાર્યાલય ખોલ્યું.
વડોદરા શહેર કોંગ્રેસ વડોદરામાં કેમ પછડાટ ખાય છે તેનું કારણ સ્પષ્ટ છે. શહેરના વોર્ડ નંબર–૧ના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ અત્યારથી જ ચૂંટણી લડવાની અને જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ તેમણે પોતાના જ વોર્ડના કાર્યકરો અને કોર્પોરેટરોની અવગણના કરી છે.પુષ્પા વાઘેલાએ ઈલેક્શન વોર્ડ નં. 1 જનરલ માટેનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેમાં શહેર સંગઠનના કોઈ હોદ્દેદારો કે વોર્ડના કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું નહોતું. કોઈ સાથે ચર્ચા કર્યા વગર પોતાની મનસ્વી રીતે નિર્ણય લઈ તેમણે કોંગ્રેસનું જનસંપર્ક કાર્યાલય ખોલી દીધું છે. આ ઘટનાથી વોર્ડ નંબર–૧માં કોંગ્રેસમાં ભારે ઘમાસાણ સર્જાયું છે અને કાર્યકરો તથા કોર્પોરેટરોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે વોર્ડ નંબર–૧ના કોંગ્રેસનાં વોર્ડ પ્રમુખ સમીર શેખ ઉર્ફે બટને રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સમક્ષ પણ ભારે મગજમારી કરી હોવાનું જાણવા મળ્યું છે.નવાઈની વાત એ છે કે પુષ્પા વાઘેલાએ અગાઉ ટી.પી.–૧૩ વિસ્તારમાં આવેલું બિલ્ડીંગ ગેરકાયદેસર હોવાનું કોર્પોરેશનની સભામાં રજૂઆત કરી હતી, અને હવે એ જ ગેરકાયદેસર ગણાવેલા બિલ્ડીંગમાં પોતાનું ઈલેક્શન વોર્ડ નં. 1 જનરલ માટેનું કોંગ્રેસનું કાર્યાલય ખોલ્યું છે. આ ઘટનાથી પુષ્પા વાઘેલાના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા છે. જે બિલ્ડીંગને તમે ગેરકાયદેસર કહી સભામાં રજૂઆત કરો છો, એ જ બિલ્ડીંગમાં કાર્યાલય ખોલવું શરમજનક ગણાય.આ ઉપરાંત પોતાના જ પક્ષના કાર્યકરો, હોદ્દેદારો અને કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા વગર અને તેમના ફોટા પણ ન લગાવતા તમે ચૂંટણી કેવી રીતે જીતશો, તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. આજની ઘટનાથી ફરી એક વખત કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ — આંતરિક જુથબંધી — ખુલ્લી પડી છે.એક તરફ સમગ્ર વડોદરામાં કોંગ્રેસ માત્ર સાત બેઠકો જ જીતી શકી છે અને તેમાં પણ વોર્ડ નંબર–૧ની ચારેય બેઠકો કોંગ્રેસ પાસે છે. જો ભાજપને ટક્કર આપવી હોય, તો પાર્ટીએ અંદરોઅંદરની નારાજગી અને અસંતોષ દૂર કરી એકજૂટ થવાની જરૂર છે.પુષ્પા વાઘેલાને કદાચ એવું લાગે છે કે તેઓ પોતાના દમ પર ચૂંટણી જીતી જશે અને પક્ષની જરૂર નથી, પરંતુ હકીકત એ છે કે પાયાનાં કાર્યકરો જ ચૂંટણી જીતાડે છે. પક્ષના બેનર વિના મોટા માથાઓ પણ ચૂંટણી હારી ગયા હોવાના અનેક દાખલા છે. જે ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે તેમણે અગાઉ રજૂઆત કરી હતી, તેમાં જ જનસંપર્ક કાર્યાલય ખોલવા બાબતે પુષ્પા વાઘેલાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે અચાનક તેમની ભૂમિકા કેમ બદલાઈ ગઈ.




કાર્યાલયથી કલહ: વોર્ડ–૧માં કોંગ્રેસનો આંતરિક પર્દાફાશ...
વડોદરા શહેરના વોર્ડ નં.૧માં કોંગ્રેસની આંતરિક કલહ ફરી સપાટી પર આવી છે. વોર્ડ નં.૧ની મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ પોતાના સાથી કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર અચાનક કોંગ્રેસ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી નારાજ થઈ વોર્ડ નં.૧ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સમીર શેખ ઉર્ફે બટને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.પુષ્પા વાઘેલાએ ટી.પી.૧૩ વિસ્તારમાં તરુણનગર પાસે આવેલા અંબીકા રેસિડેન્સી નામના બિલ્ડીંગમાં કાર્યાલય શરૂ કર્યું છે. નવાઈની વાત એ છે કે આ જ બિલ્ડીંગને ગેરકાયદેસર અને વિવાદાસ્પદ ગણાવી પુષ્પા વાઘેલાએ અગાઉ અનેક વખત કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂઆતો કરી હતી. તેમ છતાં, એ જ બિલ્ડીંગમાં કાર્યાલય ખોલવામાં આવતા પાર્ટીમાં ભારે અસંતોષ ફેલાયો છે.કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ તથા કાર્યકરો હાજર ન રહેતા આ મુદ્દો વોર્ડમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં, કાર્યાલય પર માત્ર પુષ્પા વાઘેલાના નામના મોટા હોર્ડિંગ લગાવવામાં આવતા વિરોધ વધુ વકર્યો હતો. મામલો શહેર પ્રમુખ ઋત્વિજ જોષી સુધી પહોંચતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આખો મામલો હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વોર્ડ 1 કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે નવું ચાર કોર્પોરેટર સાથે હોય એવું પોસ્ટર મોકલ્યું હતું.

Reporter: admin

Related Post