વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીની મેસના ભોજનમાંથી ફરી એક વખત જીવાત મળી આવી છે.એક મહિનામાં બીજી વખત હોસ્ટેલની મેસમાંથી જીવાતો નીકળી છે.

ગર્લ્સ હોસ્ટેલની મેસમાંથી વિધાર્થિનીઓને ફૂડ પોઇઝિનિંગ બાદ પણ તંત્ર બેદરકાર રહ્યું છે.સત્તાધીશોની બેદરકારીને કારણે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે.નારાજ વિદ્યાર્થીઓએ મેસમાં હોબાળો મચાવ્યો હતો.



Reporter: admin







