કાનપુર : છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવાનો ષડયંત્ર થઇ રહ્યા છે. અવાર નવાર આવી ઘટના સામે આવી રહી છે.
ક્યારેક તો ટ્રેનના પાટા પર લોખંડનો થાંભલો મૂકી દેવાય છે તો ક્યારેક પથ્થર મુકાય છે. ત્યારે વધુ એકવાર ટ્રેનને ઉથલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુરમાં દેહાતમાં રેલવે ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. જો ટ્રેન અથડાઇ હોત તો મોટી દુર્ઘટના થઇ હોત.થોડા સમય પહેલા જ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના પેરામ્બુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર LPGનો નાનો સિલિન્ડર મળ્યો હતો. ગુડ્સ ટ્રેન અહીંથી પસાર થવાની હતી ત્યારે લોકો પાયલોટે ગુડ્સ ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે જગ્યાએ રેલ્વે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો તે કાનપુર દેહાત જિલ્લામાં છે.
Reporter: admin