વીર ભગતસિંહ ની ૧૧૮મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ક્રાતિકારીઓનું યોગદાન ભગત સિંહનુ નામ લીધા વિના અધુરુ છે. તે એકમાત્ર એવા ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા રહતા. આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યાં છીએ, તેનો આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટીશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા.

લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી. ત્યારે આજે વીર ભગતસિંહ ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયેલા સમય પર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ ન આવતા ત્યાં આવેલા કાર્યકર્તાઓ વીર ભગતસિંહની પ્રતિમા સાથે સેલ્ફી ફોટો લઈને પ્રમુખને મોકલતા નજરે પડ્યા હતા અને આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કરેલા કાર્યો યાદ કર્યા હતા


Reporter: admin







